ઈમરાનનુ સ્વાગત કરવા ચીને ડેપ્યુટી મેયરને મોકલ્યા, પાકિસ્તાનીઓ ભડક્યા


નવી દિલ્હી,તા.26.એપ્રિલ 2019, શુક્રવાર

વન બેલ્ટ વન રોડ સમિટમાં હાજરી આપવા માટે પહોંચેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનનુ બિજિંગમાં એરપોર્ટ પર જે રીતે સ્વાગત કરાયુ છે તેનાથી પાકિસ્તાનીઓ ભડકી ઉઠ્યા છે.

પાકિસ્તાન ચીનનુ સૌથી નિકટનુ મિત્ર છે.પાકિસ્તાનથી ચીન જતા પહેલા પીએમ ઈમરાને પાક અને ચીનના મૈત્રીના ગુણગાન ગાયા હતા .આવા સંજોગોમાં તો ચીનની સરકારના કોઈ મહત્વપૂર્ણ મંત્રીએ ઈમરાનખાનના સ્વાગત માટે હાજર રહેવુ જોઈતુ હતુ.તેની જગ્યાએ એરપોર્ટ પર બિજિંગના ડેપ્યુટી મેયર જનરલ લી લિફેંગ ઈમરાનખાનનુ સ્વાગત કરવા માટે હાજર હતા.ઈમરાનની સાથે સાથે પાકિસ્તાનના રેલવે મંત્રી, પાણી પૂરવઠા મંત્રી અને નાણાકીય સલાહકાર પણ ચીનના પ્રવાસે છે.

આ વાત પાકિસ્તાનના લોકોને ગમી નથી.પાકિસ્તાનીઓ સોશ્યલ મીડિયા પર ભડાસ કાઢી રહ્યા છે ત્યારે ભારતીય સોશ્યલ મીડિયા યુઝર્સ ભરપૂર મજાક ઉડાવી રહ્યા છે.એક પાકિસ્તાની પત્રકારે કોમેન્ટ કરી હતી કે, નવુ પાકિસ્તાન બન્યા બાદ દુનિયા આપણી સાથે કેવો વર્તાવ કરી રહી છે?ના કોઈ મંત્રી, ના ગર્વનર અને ના કોઈ ટોચના અધિકારી, બિજિંગના ડેપ્યુટી મેયરે પાકના પીએમનુ સ્વાગત કર્યુ હતુ.

એક યુઝરે લખ્યુ હતુ કે, પાકિસ્તાનના પીએમ આના કરતા વધારે સારા વર્તાવને લાયક છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W85XN4
via Latest Gujarati News

Post a Comment

0 Comments