સાધિકા બહેનો સાથે દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઇ દોષિત જાહેર, 30 એપ્રિલે સજા જાહેર થશે


સુરત, તા. 26 એપ્રિલ 2019, શુક્રવાર

Update: છેલ્લા 6 વર્ષથી જેલવાસ ભોગવતા નારાયણ સાંઈ તથા જામીનમુક્ત 9 આરોપી સાધક સાધિકાઓ વિરુદ્ધ 6 વર્ષની કેસ કાર્યવાહી બાદ આજે સુરતની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી સાધિકા મોનિકા અગ્રવાલ સિવાય, તમામ આરોપીઓ દોષી જાહેર, સજાનો ચૂકાદો 30 એપ્રિલે આવશે.


સુરતના જહાંગીરપુરા આસારામ આશ્રમમાં ડિસેમ્બર 2001 દરમિયાન સત્સંગ કાર્યક્રમમાં આવેલી સાધિકા યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના ગુનાને ફરિયાદ ડિસેમ્બર 2013માં સુરતના જહાંગીર પુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

આ કેસમાં ગુનો નોંધાયા બાદ મુખ્ય આરોપી નારાયણ સાંઇ સહિત અન્ય આરોપી સાધકો ગંગા જમુના તથા સાધક હનુમાન વગેરે લાંબા સમય સુધી પોલીસ પહોંચથી ભાગતા ફરતા હતા.

દિલ્હી પોલીસે 58 દિવસ બાદ મુખ્ય આરોપી નારાયણ સાંઈને દિલ્હી ખાતેથી મુખ્ય આરોપી નારાયણ સાંઇ તથા તેના ડ્રાઇવર રમેશ મલ્હોત્રાને ઇકોસ્પોર્ટ ગાડીમાંથી ઝડપી લીધા હતા. છેલ્લા 6 વર્ષથી જેલવાસ ભોગવતા નારાયણ સાંઈ તથા જામીનમુક્ત 9 આરોપી સાધક સાધિકાઓ વિરુદ્ધ 6 વર્ષની કેસ કાર્યવાહી બાદ આજે સુરતની એડિશનલ સેશન્સ કોર્ટ મોડી બપોર સુધીમાં ચુકાદો જાહેર કરે તેવી સંભાવના છે

મુખ્ય આરોપી નારાયણ સાંઇના દુષ્કર્મ કેસમાં મદદ કરનાર આરોપીસાધક કૌશલ ઠાકોર ઉર્ફે હનુમાન સાધિકા બહેનો ગંગાબેન ઉર્ફે ધર્મિષ્ઠા પટેલ તથા જમના ભાવના પટેલ સહિત ભાગેડુ આરોપીને મદદગારી કરનાર કુલ નવ આરોપીઓ સામે કેસ કાર્યવાહી ચાલી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં માર્ચ 2014માં કુલ 30 આરોપીઓ સામે કુલ અગિયારસો પાનાનું ચાર્જ સીટ સુરતની સીજીએમ કોર્ટમાં રજુ કર્યું હતું, જે પૈકી એક આરોપી અજય શર્મા વિરુદ્ધ ચાર્જશીટ રજુ કરવા જેટલો પુરાવો ન હોવાથી સુરત ડીસીબી પોલીસે કેસમાંથી બાકાત કરવા રિપોર્ટ કર્યો હતો.

જ્યારે ગુનામાં મદદગારી કરનાર 22 આરોપીઓએ હાઇકોર્ટમાં પોતાની સામેની કેસ કાર્યવાહી સામે સ્ટે મેળવ્યો હતો જેથી કુલ દસ આરોપીઓ સામે સાધિકા દુષ્કર્મ કેસની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન મુખ્ય આરોપી નારાયણ સાઈ સિવાયના અન્ય તમામ આરોપીઓ અને કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા. ફરિયાદ પક્ષે ખાસ સરકારી વકીલ પી એન પરમારે કુલ 53 જેટલા સાક્ષીઓ તપાસ્યા હતા જ્યારે 13 સાક્ષીઓ પૈકી છ શખ્સોને ડ્રોપ કર્યા હતા.

સાધિકા દુષ્કર્મ કેસ દરમિયાન આ કેસના મહત્વના સાક્ષીઓ પર જીવલેણ હુમલો કરવાના ત્રણ બનાવો સુરતના ખટોદરા ઉમરા તથા અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા જ્યારે દુષ્કર્મ કેસમાં નારાયણ સાઈ પોલીસ રિમાન્ડ દરમિયાન સાધિકા દુષ્કર્મ કેસની તપાસને ઢીલી કરવા તપાસ એજન્સીઓના અધિકારીઓને ફોડવા રૂપિયા 13 કરોડની લાચ આપવાનો કારસો રચ્યો હતો. જે અંગે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ નારાયણ સાંઇ સહિત કુલ 13 આરોપીઓ સામે અલગથી ગુનો નોંધાયો હતો જેની કેસ કાર્યવાહી હાલ પેન્ડિંગ છે.

આજરોજ સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધિકા દુષ્કર્મ કેસના નારાયણ સાંઇ સહિત 10 આરોપીઓ સામે એડિશનલ સેશન જજ ઉઘડતીકોર્ટના સમયે ચુકાદો જાહેર કરશે



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PuE3IS
via Latest Gujarati News

Post a Comment

0 Comments