શ્રીલંકાઃ બોમ્બ બ્લાસ્ટ કરનારાના મૃતદેહોને નહી દફનાવે મુસ્લિમો

કોલંબો, તા. 26 એપ્રિલ 2019, શુક્રવાર

શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે ચર્ચ અને હોટલોમાં બોમ્બ બ્લાસ્ટ કરનારા આત્મઘાતી હુમલાખોરોના મૃતદેહને દફનાવવાનો શ્રીલંકાના મુસ્લિમોએ ઈનકાર કરી દીધો છે.

આઠ બોમ્બ બ્લાસ્ટના હુમલાને અંજામ આપનારા હુમલાખોરોની સામે શ્રીલંકાના સૌથી મોટા મુસ્લિમ સંગઠન ઓલ સિલોન જમીયતુલ ઉલેમાએ જાહેરાત કરતા કહ્યુ હતુ કે, હુમલાખોરોને મુસ્લિમ સંસ્થાઓ નહીં દફનાવે.

સંસ્થાએ મુસ્લિમોને અપીલ કરી છે કે, શુક્રવારની નમાઝમાં સામેલ ના થાય અને મહિલાઓ બુરખો પહેરવાનુ ટાળે. જેથી રાષ્ટ્રીય સુરક્ષા માટેના પ્રયાસોમાં કોઈ અડચણ ઉભી ના થાય.

મુસ્લિમ ધાર્મિક મામલાઓના મંત્રી અબ્દુલ હાશિમે પણ મુસ્લિમોને ખ્રિસ્તી સંપ્રદાય સાથે એકતા દર્શાવવા માટે ઘરમાં જ શુક્રવારની નમાઝ પઢવા અપીલ કરી છે.

દરમિયાન શ્રીલંકાના પોલીસ પ્રમુખે બોમ્બ ધડાકાના પગલે રાજીનામુ આપી દીધુ છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PuEdzY
via Latest Gujarati News

Post a Comment

0 Comments