ભોપાલ, તા. 26 એપ્રિલ 2019
ચૂંટણી પંચે કરેલી લાલ આંખ પછી પણ ભોપાલ લોકસભાના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાના વિવાદાસ્પદ નિવેદનો પર બ્રેક નથી લાગી રહી.
હવે સાધ્વી પ્રજ્ઞાએ હરિફ કોંગ્રેસી ઉમેદવાર અને વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહને આતંકવાદી કહીને વિવાદ સર્જયો છે. બીજી તરફ ચૂંટણી પંચે આ મામલામાં પણ રિપોર્ટ માંગ્યો છે.
સાધ્વી પ્રજ્ઞાએ ચૂંટણી પ્ચાર કાર્યાલયનુ ઉદઘાટન કરતી વખતે કહ્યુ હતુ કે, દિગ્વિજયસિંહે ફેક્ટરીઓ બંધ કરાવીને લોકોને બેકાર બનાવ્યા તેમજ પોતાનો વ્યવસાય વધાર્યો. લોકોએ આ બધુ ભોગવ્યુ છે. ઉમા ભારતીએ 16 વર્ષ પહેલા હરાવ્યા બાદ તે મોઢુ ઉઠાવીને જોઈ શક્યા નહોતા. આજે ફરી માથુ ઉંચક્યુ તો બીજી સાધ્વી તેની સામે આવી ગઈ છે. જે દિગ્વિજયના કર્મોનુ ફળ છે. આવા આતંકીને ખતમ કરવા એક સાધ્વીને ઉભા રહેવુ પડ્યુ છે.
સાધ્વીએ તો એટલે સુધી કહ્યુ હતુ કે, કોંગ્રેસ સાધુ સંતો પર ભગવા આતંકવાદનો આરોપ લગાવીને તેમને જેલ મોકલી આપે છે.
બીજી તરફ દિગ્વિજયે ચૂંટણી પ્રચારમાં કહ્યુ હતુ કે, કોંગ્રેસના નેતાઓએ દેશ માટે બલિદાન આપ્યુ છે. ભાજપનો એક નેતા એવો છે જેણે દેશ માટે જીવ ગુમાવ્યો હોય?
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vx72ku
via Latest Gujarati News
0 Comments