ફરી એક વખત રાહુલ ગાંધીના પ્લેનમાં ખરાબી, અધવચ્ચેથી પાછા ફરવુ પડ્યુ


નવી દિલ્હી,તા.26.એપ્રિલ 2019, શુક્રવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિમાનમાં આવેલી ખરાબીના પગલે તેમને અધવચ્ચેથી દિલ્હી પાછા ફરવુ પડ્યુ છે.

રાહુલ ગાંધી આજે બિહાર, ઓરિસ્સા અને મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાને સંબોધવાના હતા.જોકે રાહુલ ગાંધી જે પ્લેનમાં રવાના થયા હતા તેના એ્ન્જિનમાં અધવચ્ચે ખરાબી આવી જતા પાયલોટે પ્લેન પાછુ દિલ્હી વાળ્યુ હતુ.

રાહુલ ગાંધીએ પોતે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી અને કહ્યુ હતુ કે, આજની ચૂંટણી સભામાં મોડુ થશે,લોકોને પડેલી તકલીફ બદલ માફી માંગુ છું.

દરમિયાન તેમણે ટ્વિટર પર પ્લેનના કોકપિટનો વિડિયો પણ અપલોડ કર્યો હતો.

આ પહેલા પણ કર્ણાટકની ચૂંટણી વખતે ગત વર્ષે રાહુલ ગાંધીના વિમાનમાં ખામી સર્જાઈ હતી અને વિમાન અચાનક ઉંચાઈ ગુમાવીને નીચે આવી ગયુ હતુ.તે વખતે કોંગ્રેસે પોલીસમાં પણ ફરિયાદ કરી હતી.

આ સિવાય 2013માં પણ દિલ્હીમાં લેન્ડિંગ વખતે રાહુલ ગાંધીના વિમાન સાથે દુર્ઘટના સર્જાતી રહી ગઈ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZBNkDF
via Latest Gujarati News

Post a Comment

0 Comments