70000 કરોડ રુપિયા પડી રહ્યા છે, નથી કોઈ દાવો કરનાર


નવી દિલ્હી,તા.26.એપ્રિલ 2019, શુક્રવાર

ભારતમાં એક તરફ લોકોનો એક મોટો વર્ગ ગરીબીમાં જીવી રહ્યો છે અને બીજી તરફ દેશની સંખ્યાબંધ નાણાકીય સંસ્થાઓમાં 70000 કરોડ રુપિયા લાવારિસ હાલતમાં પડ્યા છે.જેના પર કોઈ દાવો કરનાર પણ નથી.

આની પાછળનુ કારણ એ છે કે, લોકો શેર ખરીદીને, પોસ્ટ ઓફિસની સ્કીમમાં કે બેંક એકાઉન્ટમાં અથવા તો ઈન્સ્યોરન્સ લઈને આ પૈસા ભુલી ગયા છે.

બીજુ કારણ એ પણ છે કે, લોકોએ ઈન્વેસ્ટમેન્ટ કરવાનુ શરુ કર્યા બાદ પૈસા મેચ્યોર થવાની તારીખ સુધી ઈન્વેસ્ટેમેન્ટ કરી ના શક્યા.કેટલાક રોકાણકારોનુ મોત થઈ જવાથી તેમના પરિવારજનોને પણ તેમણે રોકેલા પૈસાની માહિતી નથી હોતી.

ભારતની એક કંપની પીયરલેસ જનરલ ફાઈનાન્સમાં આવા 1514 કરોડ રુપિયા પડ્યા છે.15 વર્ષ પહેલા નાના રોકાણકારોને ડિપોઝીટ સર્ટિફિેકેટ આપ્યા હતા.હવે આ રકમ સરકારે ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડમાં ટ્રાન્સફર કરી છે.

આઈઈપીએફમાં લગભગ 25000 કરોડ રુપિયાના શેર પણ પડી રહ્યા છે.જેના પર કોઈ દાવો નથી કરી રહ્યુ.આ જ રીતે 24 ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે લોકોના 16000 કરોડ રુપિયા પડી રહ્યા છે.જેના પર કોઈ કલેમ નથી કરી રહ્યુ.

પોસ્ટ ઓફિસમાં વિવિધ યોજનાઓમાં 9000 કરોડ રુપિયા એવા જે લેવા કોઈ આવ્યુ નથી.આ રકમનો સરવાળો 70000 કરોડ રુપિયા પર પહોંચે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PvfF9T
via Latest Gujarati News

Post a Comment

0 Comments