
નવી દિલ્હી,તા.26.એપ્રિલ 2019, શુક્રવાર
ભારતમાં હવે શહેરોમાં મોટા ભાગના દંપતિઓ અમે બે, અમારા બે..ના નારાનો અમલ કરી રહ્યા છે ત્યારે યુગાન્ડાની 39 વર્ષની મહિલાનો પણ પરિચય મેળવવા જેવો છે.
વિશ્વાસ નહી આવે પણ યુગાન્ડાની રહેવાસી મરિયમ નાબાતંજી એક, બે નહી પણ 38 બાળકોની માતા છે.મરિયમના લગ્ન થયા ત્યારે તેની વય 12 વર્ષની હતી.13 વર્ષની વયે તેણે પહેલી વખત બાળકને જન્મ આપ્યો હતો.મરિયમના મોટાભાગના સંતાનો જોડિયા છે.
મરિયમે છ વખત જોડિયા, ચાર વખત ત્રણ અને ત્રણ વખત ચાર-ચાર બાળકોને જન્મ આપ્યો છે.આ રીતે તે 38 સંતાનોની માતા બની છે.
તે પહેલી વખત જોડિયા બાળકોની માતા બની ત્યારે બર્થ કન્ટ્રોલ માટે ડોક્ટરની સલાહ લીધી હતી.ડોક્ટરે કહ્યુ હતુ કે, તમારા માટે બર્થ કન્ટ્રોલ માટેની દવા ઘાતક સાબિત થઈ શકે છે.એ પછી મરિયમે બર્થ કન્ટ્રોલ માટે કોઈ દવા લીધી નથી.ડોક્ટરે તે વખતે પણ કહ્યુ હતુ કે, તમારુ ગર્ભાશય બીજી મહિલાઓની સરખામણીએ વધારે મોટુ છે એટલે તેમને જોડિયા બાળકો થશે.
તમામ બાળકોને મરિયમ એકલા હાથે ઉછેરી રહી છે.મરિયમે જ્યારે છઠ્ઠી વખત જોડિયા બાળકોને જન્મ આપ્યો ત્યારે તેનુ એક બાળક બચી શક્યુ નહોતુ.તે વખતે તેનો પતિ ઘર છોડીને જતો રહ્યો હતો.આ વાતને ત્રણ વર્ષ થઈ ગયા છે.એક ઈન્ટરવ્યૂમાં મરિયમે કહ્યુ હતુ કે, મારો મોટાભાગનો સમય આટલા બધા બાળકોનો ઉછેર કરવા માટે પૈસા કમાવવામાં નિકળી જાય છે.મારા સંતાનો સમજદાર છે.મોટા બાળકો નાના બાળકોને સાચવી લે છે.
મરિયમ નાની હતી ત્યારે તેની માતાનુ મોત થયુ હતુ.તેના પિતાએ બીજા લગ્ન કર્યા ત્યારે સાવકી માતાએ મરિયમના પાંચ ભાઈ બહેનોને ઝેર આપીને મારી નાંખ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2voAaMc
via Latest Gujarati News
0 Comments