
નવી દિલ્હી,તા.26.એપ્રિલ 2019, શુક્રવાર
બાહુબલી અને દંગલ જેવી બોલીવૂડ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 1000 કરોડ કરતા વધારે કમાણી કરી ત્યારે ચાહકોની આંખો ફાટી ગઈ હતી.
જોકે હોલીવૂડની લોકપ્રિય ફ્રેન્ચાઈજી ગણાતી એવેન્જર્સનો છેલ્લો અને આખરી પાર્ટી એવેન્જર્સ-એન્ડગેમનો જે ક્રેઝ છે તે જોતા તો બાહુબલી અને દંગલની કમાણી ચણા-મમરા બરાબર સાબિત થશે.
ભારતમાં આ ફિલ્મ આજે રિલિઝ થઈ છે અને તેનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે દુનિયાભરમાં પણ આ જ સ્થિત છે.એવેન્જર્સ-એન્ડ ગેમ ફિલ્મે એક જ દિવસમાં 1186 કરોડ રુપિયાની કમાણી દુનિયામાં કરી છે.
ભારતમાં મોટાભાગના સો બૂક છે.ફિલ્મ માટે કેટલાક શહેરોમાં તો 24 કલાક થિયેટરો ખુલ્લા રાખવામાં આવ્યા છે.કેટલીક જગ્યાએ ટિકિટોનો ભાવ 2400 રુપિયા કરતા વધારે છે.એવુ લાગે છે કે, પહેલા દિવસે આ ફિલ્મ ભારતમાં 50 કરોડ રુપિયા સુધીની કમાણી કરી લે તો નવાઈ નહી હોય.
એન્ડગેમ એવેન્જર્સ સિરિઝનો છેલ્લો પાર્ટ હોવાનુ મનાય છે અને ખાસ કરીને યંગસ્ટર્સમાં આ ફિલ્મ માટે જબરદસ્ત ગાંડપણ દેખાઈ રહ્યુ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gzei6a
via Latest Gujarati News
0 Comments