
નવી દિલ્હી, 26 એપ્રિલ 2019, શુક્રવાર
આધુનિક યુગમાં બેથી ત્રણ વર્ષના બાળકો પણ સ્માર્ટફોન સારી રીતે મેનેજ કરી શકે છે. બાળકો ફોનમાં ગેમ્સ રમવાની સાથે યૂટ્યૂબ જેવી અન્ય એપને પણ સરળતાથી ઓપરેટ કરી શકે છે. બાળકને સ્માર્ટફોન સાથે રમતા જોઈ માતા પિતા ગર્વ પણ અનુભવે છે પરંતુ આ આદત બાળકો માટે હાનિકારક છે. પહેલીવાર બાળકોની આ આદત માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ પણ આ વાતને સમર્થન આપ્યું છે અને માતા પિતા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. સંસ્થાએ જણાવ્યું છે કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોને કેટલો સમય ટીવી જોવા માટે આપવો જોઈએ.
ડબ્લ્યૂએચઓના જણાવ્યાનુસાર પાંચ વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકોએ રોજ એક કલાકથી વધારે ટીવી સ્ક્રીન સામે કે મોબાઈલ સાથે બેસવું જોઈએ નહીં. બાળકોને ટીવી જોવું હોય તો એક કલાકથી ઓછા સમય માટે જ ટીવી જોવું જોઈએ. આ ઉપરાંત એક વર્ષથી નાના બાળકોને ટીવી સ્ક્રીન અને મોબાઈલથી દૂર જ રાખવા જોઈએ.
જો કે આ પરામર્શમાં સ્ક્રીન ટાઈપને લઈને મતભેદ જરૂર છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે ડબ્લ્યૂએચઓના દિશાનર્દેશ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે છે. જે અનુસાર 1 વર્ષથી નાના બાળકોએ રોજ 30 મિનિટ સુધી ઊંધા સુવું જોઈએ અને મોટા બાળકોએ દિવસમાં ઓછામાં ઓછા ત્રણ કલાક શરીરને શ્રમ પડે તેવી પ્રવૃતિ કરવી જોઈએ.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZCkF1a
via Latest Gujarati News
0 Comments