
નવી દિલ્હી,તા.26.એપ્રિલ 2019, શુક્રવાર
લોકસભાની ચૂંટણી બાદ જો ગઠબંધનની સરકાર બની તો આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનને ફરી નાણા મંત્રી તરીકેની જવાબદારી સોંપાશે તેવી અટકળો ચાલી રહી છે.
જોકે રઘુરામ રાજન પોતે કહી ચુક્યા છે કે, હું અમેરિકામાં જ્યાં છું ત્યાં ખુશ છું.રાજન શિકાગો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનુ કામ કરી રહ્યા છે.
સાથે સાથે નાણામંત્રી તરીકે જવાબદારી સ્વીકારવાની અટકળો પર રાજને પૂર્ણવિરામ મુકી દીધુ છે.રાજનનુ કહેવુ છેકે, હું જો રાજકારણમાં આવ્યો તો મારી કૌટુંબિક જિંદગી પર તેની ખરાબ અસર પડશે.મારી પત્ની જ પહેલા મને છોડીને જતી રહેશે.
રાજનનુ કહેવુ છેકે, દુનિયામાં બધી જગ્યાએ રાજકારણ એક સરખુ જ હોય છે.રાજકારણમાં આવવાની મારી સ્હેજ પણ ઈચ્છા નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2voJcca
via Latest Gujarati News
0 Comments