WhatsApp પર બાળકોના ઉત્પીડનના video શેર થતા સરકારે કરી લાલ આંખ


નવી દિલ્હી, 26 એપ્રિલ 2019, શુક્રવાર

બાળકોના યૌન શોષણના વીડિયો વોટ્સએપ પર શેર થવા મામલે સૂચના પ્રસારણ મંત્રાલયએ વોટ્સએપ સામે લાલ આંખ કરી છે અને લેખિતમાં સવાલ પુછ્યા છે કે કંપની આ પ્રકારના વીડિયો અટકાવવા માટે શું પગલા ભરશે. આ અંગે મંત્રાલય સમક્ષ રજૂ થયેલા રીપોર્ટમાં જણાવાયું હતું કે વોટ્સએપ પર એવા હજારો ગૃપ એક્ટિવ છે જેમાં યૌન ઉત્પીડનના વીડિયો શેર કરવામાં આવે છે. 

મંત્રાલયએ આ રીપોર્ટના અનુસંધાને વોટ્સએપને પત્ર લખી અને મેસેજિંગ એપના થતા દુરુઉપયોગને અટકાવવા પગલાં ભરવા કહ્યું છે. આ ઉપરાંત મંત્રાલયએ વોટ્સએપ પાસેથી જવાબ પણ માંગ્યો છે કે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે તે કયા પગલા ભરશે. કંપનીને જણાવવામાં આવ્યું છે કે આ એપ પર આ પ્રકારની પ્રવૃતિ ચલાવી લેવાશે નહીં. મંત્રાલયને જવાબ આપતા વોટ્સએપએ જણાવ્યું છે કે તેમની નીતિ આવા યૂઝર્સને વોટ્સએપ પર બ્લોક કરવાની છે. કંપની પાસે એક ટીમ છે જે જાણકારી મેળવે છે કે કોણ એપ પર આ પ્રકારના વીડિયો શેર કરે છે. આ જાણકારી મેળવ્યા બાદ કંપની તેના વિરુદ્ધ કાર્યવાહી કરે છે.  મહત્વપૂર્ણ છે કે કંપની અત્યાર સુધીમાં અઢી લાખ અકાઉન્ટ બ્લોક કરી ચુકી છે. આ અકાઉન્ટ એવા લોકોના છે જેમના પર અશ્લીલ વીડિયો અને ફોટો શેર થતા હતા. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZBsTXh
via Latest Gujarati News

Post a Comment

0 Comments