Facebook મેસેન્જરમાંથી દૂર કરાયું આ ફીચર, હવે નહીં કરી શકો use


નવી દિલ્હી, 26 એપ્રિલ 2019, શુક્રવાર

ફેસબુક મેસેન્જરમાંથી સ્કેન કોડને હટાવવાની ઘોષણા કરવામાં આવી છે. સ્કેન કોડના માધ્યમથી કોઈપણ યૂઝર અન્યની પ્રોફાઈલ પર પહોંચી શકતા હતા. માત્ર કોડ સ્કેન કરવાથી તે યૂઝરની પ્રોફાઈલ અન્યના ફોનમાં ઓપન થતી હતી. હવે આ ફીચરને બંધ કરવાની જાણકારી ફેસબુકએ પણ આપી દીધી છે. ફેસબુક સ્કેન કોડ ઓગસ્ટ 2019માં બંધ કરી દેવામાં આવશે. 

ફેસબુકએ આ અંગે જણાવ્યું છે કે 15 ઓગસ્ટ 2019થી સ્કેનિંગ મેસેજિંગ કોડ્સને સપોર્ટ નહીં કરવામાં આવે. જો કે યૂઝર ક્યૂઆર કોડનો ઉપયોગ કરી શકે છે જે સરળ પણ છે. ફેસબુકએ એ વાત સ્પષ્ટ કરી નથી કે સ્કેન કોડ શા માટે બંધ કરવામાં આવી રહ્યું છે. જો કે આ કોડ સ્કેન કરવામાં કેટલાક ફોનમાં સમસ્યાઓ થતી હતી. મેસેંજર કોડને સ્કેન કરવું તે લાંબી પ્રોસેસ હતી. આ પ્રોસેસ 4 સ્ટેપમાં પુરી થતી હતી. આ ઉપરાંત કેટલાક યૂઝર્સને તો સ્કેન કોડ વિશે જાણકારી પણ નથી.  જો કે સ્કેન રીડરનો વિકલ્પ ફેસબુક પાસે પહેલાથી જ છે. તેનો ઉપયોગ કરવા માટે ફેસબુક ઓપન કરો તેમાં ક્યૂઆર કોડ સર્ચ કરો અને તમને ક્યૂઆર સ્કેન મળી જશે. 

ઉલ્લેખનીય છે કે ફેસબુકએ તાજેતરમાં જ ડાર્ક મોડ ફીચર પણ રોલઆઉટ કર્યું છે. આ ફીચરના કારણે યૂઝર્સને નવો અનુભવ થશે. પહેલા આ ફીચરને એક્ટિવ કરવા માટે યૂઝરને કોઈ અન્ય યૂઝરને મૂન ઈમોજી મોકલવી પડતી હતી. પરંતુ હવે તેને એક્ટિવ કરવા માટે મેસેજ કરવાની જરૂર નથી. ફેસબુકમાં ડાર્ક મોડ એક્ટિવ સરળતાથી થઈ જશે. તેના માટે પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો અને ત્યાં ડાર્ક મોડનું ડોગલ જોવા મળશે તેને એક્ટિવ કરી દો. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UJaMeB
via Latest Gujarati News

Post a Comment

0 Comments