આચારસંહિતાનો ભંગ કરતી 500 પોસ્ટ Twitter, Facebook અને WhatsApp પરથી ડિલીટ


નવી દિલ્હી, 26 એપ્રિલ 2019, શુક્રવાર

ચુંટણી પંચના અનુરોધ બાદ ફેસબુક, ટ્ટવીટર, ગૂગલ અને વોટ્સએપ પરથી 80 ટકાથી વધારે પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. આ તમામ પોસ્ટમાં આચારસંહિતાનો ભંગ થતો હોવાની વાત જણાવામાં આવી હતી. આ તમામ પોસ્ટને મતદાનના 48 કલાક પહેલા જ દૂર કરી દેવામાં આવી હતી. 

આ ડેટા અનુસાર ચુંટણીના છેલ્લા ત્રણ ચરણ દરમિયાન આચાર સંહિતા લાગૂ હતી તે સમયે 4 કંપનીઓએ 537 પોસ્ટ અને જાહેરાતો હટાવી છે. જેમાં ફેસબુકએ 468 પોલિટિકલ પોસ્ટ, 60 પોલિટિકલ જાહેરાતો, ટ્વિટરએ 8 અને ગૂગલએ 2 વીડિયો દૂર કર્યા છે. ચુંટણી પંચ દ્વારા આદર્શ આચાર સંહિતા લાગૂ થયા બાદ 37 પોસ્ટને લઈ પ્રશ્ન કર્યો હતો. 

ફેસબુકની વાત કરીએ તો ત્રીજા ચરણના મતદાન સુધીમાં 2 પોસ્ટ ફેસબુકએ ડિલીટ કરી જ્યારે ટ્વિટર અને વોટ્સએપ પર 34 પોસ્ટ રીમૂવ થઈ છે. ફેસબુકએ 10 એવી પોસ્ટ પણ રીમૂવ કરી જેમાં મતદારોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ જ રીતે ટ્વીટર પરથી પણ મતદાતાઓને ભ્રમિત કરતી અને ભડકાઉ પોસ્ટને દૂર કરી છે. આ આંકડ 10 માર્ચથી અત્યાર સુધીના છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GEer8t
via Latest Gujarati News

Post a Comment

0 Comments