ટ્વિટર પર 2 લાખ ફોલોવર્સ ઘટી જતા ટ્રંપએ કંપનીના CEO પાસે માંગ્યો જવાબ


વોશિંગટન, 26 એપ્રિલ 2019, શુક્રવાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ટ્વિટર પરથી 2 લાખ ફોલોવર્સ ઘટી જતા તેમણે ત્વરીત કંપનીના સીઈઓને વાઈટ હાઉસ બોલાવી અને આ અંગે પ્રશ્નો પુછ્યા છે. એક ખાસ મુલાકાત યોજી ટ્રંપએ ટ્વિટ કરી એક ફોટો શેર કર્યો છે જેમાં તે વે ડોર્સે અને તેની ટીમ સાથે ચર્ચા કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન ડોર્સે સાથે ટ્રંપએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ટ્રંપએ કરેલી ટ્વિટ બાદ ડોર્સેએ તેમનો આભાર પણ માન્યો અને લખ્યું કે સમય આપવા બદલ આભાર. ફોલોવર્સ ઘટવા બાબતે ડોર્સએ ટ્રંપને જણાવી પણ દીધું છે કે કંપની ફેક ફોલોવર્સ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. ફેક ફોલોવર્સને ટ્વિટર પરથી દૂર કરવામાં આવી રહ્યા છે. આ કારણે ફોલોવર્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 

ટ્રંપએ આ અગાઉ ટ્વિટર પર આરોપ લગાવ્યો હતો કે તેમનું વલણ ડેમોક્રેટ તરફ વધારે ઝુકેલું રહે છે. અમેરિકી રાષ્ટ્રપતિના ટ્વિટર પર 5 કરોડ 34 લાખ ફોલોવર્સ છે અને છેલ્લા કેટલાક સમયમાં તેના ફોલોવર્સમાં 2 લાખનો ઘટાડો થયો છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IU5Pgq
via Latest Gujarati News

Post a Comment

0 Comments