રીસર્ચ બાદ જાણવા મળ્યું કે હિંદ મહાસાગરમાંથી અહીં જાય છે પ્લાસ્ટિકના અવશેષ


મેલબર્ન, 26 એપ્રિલ 2019, શુક્રવાર

હિંદ મહાસાગર દુનિયાની એવી જગ્યા છે જ્યાં સૌથી વધારે પ્લાસ્ટિક અવશેષ મળે છે. પરંતુ આ અવશેષ જાય છે ક્યાં તે પ્રશ્નનો જવાબ મેળવવા એક રીસર્ચ કરવામાં આવી હતી. આ રીસર્ચમાં જાણવા મળ્યું છે કે પ્લાસ્ટિક સમુદ્રના પશ્ચિમ તરફ જાય છે. 

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા યૂનિવર્સિટીના શોધકર્તાઓએ હિંદ મહાસાગરમાં જતા પ્લાસ્ટિકના અવશેષોને માપવા અને તેને ટ્રેક કરવા માટે રીસર્ચ કરી હતી. રીસર્ચ બાદ તારણ આવ્યું કે આ અવશેષો દક્ષિણ આફ્રિકાથી દક્ષિણ અટલાંટિક મહાસાગરમાં વહી જાય છે. એશિયાઈ મોનસૂન પ્રણાલીના કારણે દક્ષિણી હિંદ મહાસાગરમાં દક્ષિણ પૂર્વ હવા પ્રશાંત અને એટલાંટિક મહાસાગરની હવાઓની સરખામણીમાં વધારે ગતિ ધરાવે છે. આ હવાના કારણે પ્લાસ્ટિકના અવશેષો પશ્ચિમ હિંદ મહાસાગરમાં ધકેલાઈ જાય છે.  નિષ્ણાંતોના જણાવ્યાનુસાર દર વર્ષે અંદાજે 1.5 કરોડ ટન પ્લાસ્ટિક અવશેષ નદી અને અન્ય રીતે સમુદ્રમાં આવે છે. આ અવશેષ વર્ષ 2025 સુધીમાં બમણા થઈ જશે. 





from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XMDGfM
via Latest Gujarati News

Post a Comment

0 Comments