
કેલિફોર્નિયા, 26 એપ્રિલ 2019, શુક્રવાર
ફેસબુકએ જાન્યુઆરી માર્ચના સમયગાળા દરમિયાન 2.4 અરબ ડોલરનો નફો જાહેર કર્યો છે. આ નફો ગત વર્ષની સરખામણીમાં 51 ટકા ઓછો છે. કંપનીએ ડેટા પ્રાઈવસી સાથે જોડાયેલા કેસ માટે 3 અરબ ડોલર અલગ રાખ્યા છે. આ કારણે તેના નફામાં ઘટાડો થયો છે.
ફેસબુકએ સ્વીકાર્યું છે કે ડેટા પ્રાઈવસીના કેસમાં ફેડરલ ટ્રેડ કમીશન 3થી 5 અરબ ડોલરનો દંડ ફટકારી શકે છે. જો કે આ જાણકારીની રોકાણકારો પણ અસર નથી બુધવારના રોજ આફ્ટર અવર્સમાં પણ ફેસબુકના શેર 10 ટકા વધ્યા હતા. જાન્યુઆરીથી માર્ચમાં ફેસબુકની રેવન્યૂ 26 ટકા વધી 15 અરબ ડોલર થી છે. એટલે કે પ્રતિ યૂઝર આવક 16 ટકા વધી 6.42 ડોલર થઈ છે. ગત વર્ષમાં આ રકમ 5.53 ડોલક હતી. જ્યારે અહીં મંથલી એક્ટિવ યૂઝર્સની સંખ્યા પણ 8 ટકા વધી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GyqNyM
via Latest Gujarati News
0 Comments