ભારતમાં લોકો રોજ 10 કલાકનો સ્માર્ટફોન અને લેપટોપ પર વીતાવે છે : સર્વે


નવી દિલ્હી, 26 એપ્રિલ 2019, શુક્રવાર

ભારતીય યૂઝર 10 કલાકનો સમય સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટ જેવા ડિવાઈસ પાછળ બગાડે છે. એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ જાણકારી સામે આવી છે. સર્વે અનુસાર 18થી 34 વર્ષના લોકો યૂટ્યૂબ પર સૌથી વધારે વિશ્વાસ કરે છે. જ્યારે પ્રૌઢ ફેસબુકને વધારે વિશ્વસનીય માને છે. આ સર્વેમાં 1 હજાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

સર્વે અનુસાર દેશમના બે તૃતિયાંશ ગ્રાહકો એક સાથે બે ડિવાઈસનો ઉપયોગ કરે છે. યૂઝર્સ તમામ ડિવાઈસ પર કુલ મળીને સરેરાશ 10 કલાકનો સમય પસાર કરે છે. દેશમાં 40 કરોડ લોકો હંમેશા વિશ્વસનીય બ્રાંડમાંથી ખરીદી કરવાનો પસંદ કરે છે. આ બ્રાંડ ગ્રાહકોની નિજતાનું સમ્માન કરે છે. સર્વે અનુસાર ગ્રાહકોને વ્યક્તિગત સામગ્રી દેખાડવામાં આવે તો ગ્રાહકો પૂર્વ યોજના વિના પણ સામાન ખરીદી લે છે. આમ કરનાર વર્ગમાં 23થી 49 વર્ષના લોકો હોય છે. 

સર્વેમાં જે લોકો જોડાયા હતા તેમાંથી 69 ટકા લોકોએ ઓનલાઈન માર્કેટમાંથી શોપિંગ કરવાની વાતને મહત્વ આપ્યું. જ્યારે 49 ટકા લોકોએ ખાસ વેબસાઈટમાંથી શોપિંગ કરવાનું પસંદ કર્યું. 31 ટકા યૂઝર્સએ જણાવ્યું કે તે ઓનલાઈન વસ્તુઓ જોઈ અને ખરીદી માર્કેટમાંથી કરે છે. આ સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે 40 ટકા યૂઝર્સ સ્લો લોડ થતા કંટેટથી ગુસ્સો અનુભવે છે. 33 ટકા લોકો માને છે કે જો કોઈ બ્રાંડનું કંટેટ સ્લો હોય તો તેનો ઉપયોગ કરવાનું તે બંધ કરી દે છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IN8KZc
via Latest Gujarati News

Post a Comment

0 Comments