
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2019, શુક્રવાર
પ્રખ્યાત પંજાબી ગાયક દિલેર મહેંદી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. દિલેહર મહેંદી દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી અને કેન્દ્રીય મંત્રી વિજય ગોયલની હાજરીમાં દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે વિધિવત્ત ભાજપમાં જોડાયા છે.
આ તકે ઉત્તર-પશ્ચિમ દિલ્હી સીટના ભાજપના ઉમેદવાર હંસરાજ હંસ, કેન્દ્રીય મંત્રી અને ચાંદની ચોકથી ઉમેદવાર હર્ષ વર્ધન સહિતના પાર્ટીના નેતાઓ હાજર રહ્યાં હતા.
થોડાં દિવસ પહેલાં હંસરાજ હંસ ભાજપમાં સામેલ થયાં હતા અને તેમને ઉત્તર-પશ્ચિમ દિલ્હીની સીટ પરથી ભાજપની ટીકિટ મળી છે. દિલેર મહેંદી અને હંસરાજ હંસ બંન્ને વેવાઇ છે. મહેંદીની પુત્રીના લગ્ન હંસરાજ હંસના પુત્ર સાથે થયાં છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UEdqSx
via Latest Gujarati News
0 Comments