123456 પાસવર્ડનો ૨.૫ કરોડથી વધુ લોકો ઉપયોગ કરે છે


આજના  ડિજીટલ સમયમાં ફૂલપ્રુફ પાસવર્ડ નહી રાખવાની બેદરકારીના લીધે હેકિંગ અને ડિજીટલ લૂંટની ઘટનાઓ વધતી જાય છે. લોકો એક કરતા વધુ પાસવર્ડ હોય ત્યારે યાદ રાખવાની મગજમારીમાં પડયા વિના ૧૨૩નો ૨.૫ કરોડથી વધુ લોકો ઉપયોગ કરે છે. સાઇબર તજજ્ઞાોનું માનવું છે કે ૧૨૩ પાસવર્ડ યાદ રાખવો સરળ પડે છે પરંતુ દુનિયાનો સૌથી જોખમી અને ખતરનાક પાસવર્ડ છે. એક માહિતી મુજબ બ્રિટનના રાષ્ટ્રીય સાઇબર સિકયોરિટી સેન્ટરે એક સર્વે કર્યો છે. જેમાં સૌથી સરળ અને કોઇ પણ અનૂમાન કરી શકે તેવા પાસવર્ડ ધરાવનારા જ  સાઇબર ક્રાઇમનો વધુ ભોગ બનતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

આ યાદીમાં ૧૨૩૪૫૬ પાસવર્ડ ધરાવનારા લોકોની સંખ્યા ૨.૫ કરોડથી પણ વધુ હતા. ત્યાર પછી સૌથી વધુ પ્રચલિત પાસવર્ડ ૧૨૩૪૫૬૭૮૯ હતો. આ એવા પ્રચલિત પાસવર્ડ નંબર છે જેને હેકર્સ દ્વારા સરળતાથી ક્રેક કરી શકે છે. આ ઉપરાંત QWERTY અને ૧૧૧૧૧૧૧ સામેલ છે.  સરળતાથી પાસવર્ડને યાદ રાખવા માટે ફૂટબોલ ટીમોના નામ પણ રાખી લે છે. જેનું અનુમાન લગાવતા હેકર્સને વાર લાગતી નથી. નિષ્ણાતોનું માનવું છે કે ડિજીટસ સુરક્ષા વધારવા માટે ફૂલ પ્રુફ પાસવર્ડ જ એક માત્ર સાચો ઉપાય છે પરંતુ તેના પર વપરાશકર્તાઓ ધ્યાન આપતા નથી, વિશ્વમાં સૌથી જેને અત્યંત જોખમી પાસવર્ડ રાખવામાં આવે છે.જેમાં આઇ લવ યુ, ફૂટબોલ વગેરેનો સમાવેશ થાય છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UF23dk
via Latest Gujarati News

Post a Comment

0 Comments