
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2019, શુક્રવાર
રેલવેએ જબરદસ્તીથી વસૂલીના મામલે છેલ્લા ચાર વર્ષમાં 70 હજારથી વધારે કિન્નરોને અરેસ્ટ કર્યાં છે. આ જાણકારી રેલવે મંત્રાલયે એક RTI ના જવાબમાં આપી છે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં રેલવે યાત્રિકો પાસેથી જબરદસ્તીથી નાણાં વસૂલવાના મામલે 73 હજારથી વધારે કિન્નરોની ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, મુસાફરોને વારંવાર શરૂ ટ્રેનમાં ટ્રાંસજેન્ડરો દ્વારા પરશાન કરવાની ફરિયાદો કરે છે. જે ટ્રેનમાં ચઢી જાય છે અને તેમની પાસેથી જબરદસ્તીથી નાણાં વસૂલે છે. તેમણે જણાવ્યું કે ટ્રાંસજેન્ડરને નાણાંની મનાઇ કરલા પર શારિરીક ઉત્પીડનના મામલાઓ સામે આવ્યા છે, જેમાં તે મુસાફરોએ કેટલાંક દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો છે.
તેમણે જણાવ્યું કે, રેલવે સુરક્ષા દળ આવી ઘટનાઓની તપાસ માટે નિયમિતપણે વિશેષ અભિયાન ચલાવે છે. RTI હેઠળ પુછવામાં આવેલા સવાલના જવાબમાં રેલવે મંત્રાલયે કહ્યું કે, 2015 થી આ વર્ષે જાન્યુઆરી સુધીમાં જબરદસ્તી નાણાં વસૂલીના આરોપમાં કુલ 73,837 ટ્રાંસજેન્ડરની ધરપકડ કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ-2015માં કુલ 13,546, 2016માં 19,800, 2017માં 18,526 અને 2018માં 20,566 ટ્રાંસજેન્ડની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં 1,399 ટ્રાંસજેન્ડરની ધરપકડ કરવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZxI6J3
via Latest Gujarati News
0 Comments