નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2019, શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંપત્તિના મામલે કરોડપતિ છે. જોકે, 15 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં અને પાંચ વર્ષ દેશના વડાપ્રધાન રહ્યાં બાદ પણ તેમની જંગમ અને સ્થાવર મિલકત ફક્ત 2 કરોડથી વધારે છે. વારાણસીથી શુક્રવારે નામાંકન ભર્યા બાદ આપવામાં આવેલા શપથ પત્ર અનુસાર છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાનની સંપત્તિમાં ફક્ત 22 લાખ 85 હજાર 621 રૂપિયાનો વધારો થયો છે. ઉપરાંત તેમને કોઇ લોન પણ લીધી નથી.
હાલ આટલી છે PMની કુલ સંપત્તિ
શુક્રવારે દાખલ કરવામાં આવેલા શપથપત્ર અનુસાર પીએમ મોદીની કુલ સંપત્તિ 2 કરોડ 51 લાખ 36 હજાર 119 રૂપિયા છે. જો જંગમ મિલકતની વાત કરીએ તો મોદી પાસે 38,750 રૂપિયા હાથ પર રોકડા છે. ગાંધીનગર સ્થિત એસબીઆઇ બેંકમાં ફક્ત 4 હજાર 143 રૂપિયા છે. આ ઉપરાંત 1 કરોડ 27 લાખ 81 હજાર 547 રૂપિયાની એફડીઆર છે. જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં તેની કુલ સંપત્તિ રૂ.1,51,57,582 હતી. આમ જોતા પાંચ વર્ષમાં પીએમની કુલ સંપત્તિમાં રૂપિયા 99 લાખ 78 હજાર 537 રૂપિયાનો વધારો થયો છે.
31 માર્ચ 2018માં આટલી હતી સંપત્તિ
નરેન્દ્ર મોદીએ પોતાની કુલ સંપત્તિ અંગે સપ્ટેમ્બરમાં માહિતી આપી હતી. આ માહિતી પીએમઓની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી. વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી માહિતી અનુસાર પીએમ મોદીની 31 માર્ચ 2018 સુધી કુલ સ્થાવર મિલકત 1 કરોડ 28 લાખ 50 હજાર 498 રૂપિયા હતી. તો જંગમ મિલકત પણ 1 કરોડ રૂપિયા આસપાસ હતી. જંગમ મિલકતમાં 48,994 રૂપિયા રોકડા પણ સામેલ હતા. તો ભારતીય સ્ટેટ બેંકની ગાંધીનગર બ્રાંચમાં 11 લાખ 29 હજાર 690 રૂપિયા હતા. મોદીના નામે એક એફડી પણ છે જે એક કરોડ સાત લાખ 96 હજાર 228 રૂપિયાની હતી.
20 હજારના છે બૉન્ડ
મોદીએ 20 હજાર રૂપિયાના એલએન્ડટી ઇન્ફ્રા બોન્ડમાં રોકાણ કરી રાખ્યું છે. આ ઉપરાંત એનએસસીમાં 7 લાખ 61 હજાર 466 રૂપિયા અને એલાઇસી પૉલિસીમાં 1 લાખ 90 હજાર 347 રૂપિયા જમા કરાવ્યાં છે. મોદીની પાસે કોઇ પણ પ્રકારનું વાહન નથી.
45 ગ્રામની સોનાની વીટી
મોદીની પાસે ચાર સોનાની વીટી છે, જેનુ વજન 45 ગ્રામ છે. તેની કુલ કિંમત 1 લાખ 13 હજાર 800 રૂપિયા છે. વળી પીએમ મોદીએ 84,145 રૂપિયાની અંદાજિત આવક પેટે ટીડીએસ જમા કરાવ્યો છે. આ ઉપરાંત 1,40,895 રૂપિયા પીઓમઓને જમા કરાવ્યાં છે.
Read More: વડાપ્રધાન મોદીની સંપત્તિ રૂ. 2.28 કરોડ, ચાર વર્ષમાં રૂ. 75 લાખનો વધારો
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UFZUhl
via Latest Gujarati News
0 Comments