
નવી દિલ્હી, તા. 13 એપ્રિલ 2019, શનિવાર
ફ્રાંસના અધિકારીઓએ અનિલ અંબાણીની મદદ કર્જ ચૂકવવામાં કરી હતી. ફ્રાંસના કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અનિલ અંબાણી પર 162.6 મિલિયન ડોલરનો ટેક્સ હતો જેને અધિકારીઓએ વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ રદ્દ કરી દીધો હતો.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિલાયન્સ અટલાંટિક ફ્લેગ ફ્રાંસને વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ મોટી છૂટ મળી. જ્યારે વડાપ્રધાન મોદીએ ફ્રાંસ સાથે રાફેલ ડીલની જાહેરાત કરી ત્યારે અનિલ અંબાણીનું દેવુ માફ કરવામાં આવ્યું. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટેક્સ વિવાદ 2015માં જ ઉકેલી લેવામાં આવ્યો હતો જ્યારે ભારત અને ફ્રાંસની દસો એવિએશન વચ્ચે રાફેલ ડીલ થઇ હતી. તેનાથી કેટલાક મહિના પહેલા વડાપ્રધાન મોદીની એપ્રિલ 2015ની સત્તાવાર મુલાકાતમાં આ વાતની જાહેરાત કરી હતી કે, ભારત ફ્રાંસના દસો પાસેથી 36 ફાઇટર જેટ ખરીદશે.
રિપોર્ટ પ્રમાણે અનિલ અંબાણીની કંપની વિશે કથિચરીતે ફ્રાંસના અધિકારીઓએ તપાસ કરી. જેમાં જાણવા મળ્યું કે, 2007 થી 2010 વચ્ચે અનિલ અંબાણીની કંપની પર 60 મિલિયન યૂરો ટેક્સ બાકી હતો. રિલાંયન્સ અટલાંટિક ફ્લેગ ફ્રાંસે 7.6 યૂરો ટેક્સ તરીકે આપવાનો પ્રસ્તાવ આપ્યો પરંતુ ફ્રાંસની અધિકારીઓએ આગળ આ મામલે ફરી તપાસ કરવાનો ઇનકાર કર્યો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KAzMVn
via Latest Gujarati News
0 Comments