એલ્યૂથેરા, 18 એપ્રિલ 2019, ગુરુવાર

જે લોકોનું વજન વધારે હોય છે તેમને હંમેશા અન્યની સામે શરમ અનુભવવી પડે છે. કપડાથી માંડી ફરવાની જગ્યાઓએ તેમને અનેક સમસ્યા નડે છે. સ્થૂળ શરીરના કારણે જો તેઓ શોર્ટ કપડા પહેરે તો તે હાંસીને પાત્ર બને છે. સ્થૂળતા ધરાવતા લોકોની આ સમસ્યાને દૂર કરવા માટે એક ખાસ જગ્યા બનાવવામાં આવી છે. આ જગ્યા એવી છે કે જ્યાં માત્ર પ્લસ સાઈઝ એટલે કે વધારે વજન ધરાવતા લોકોને જ એન્ટ્રી મળે છે. જી હાં આ ખાસ જગ્યા એક રિસોર્ટ છે અને તે બહામાસના એલ્યૂથેરામાં આવેલું છે. 

આ રિસોર્ટમાં વધારે વજન ધરાવતા લોકોને ધ્યાનમાં રાખી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમકે તેમના માટે ખાસ ખુરસી, મોટા ગાદલા વગેરે. કૈરેબિયન આઇલેન્ડ પર આવેલા આ રિસોર્ટમાં આવતા લોકો કંઈ પણ પહેરે તેને કોઈ ચિડાવતું નથી. આ રિસોર્ટ રિયાલ્ટી શો આઈટીવી શો ક્લબ 18-30ની થીમ છે જે અંદાજે 20 વધારે વજન ધરાવતા લોકોની હોલિડે મસ્તીનો રેકોર્ડ બનાવશે. આ શોમાં 114થી 190 કિલો વજન ધરાવતા લોકો ભાગ લેશે. 




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Isspxp
via Latest Gujarati News