
લખનૌ, તા. 18 એપ્રિલ 2019, ગુરુવાર
લખનૌ લોકસભાની સીટ પર ગુરુવાર શત્રૃઘ્ન સિન્હાએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને તેમની પત્નિ પુનમ સિન્હાના ઉમેદવારી પત્ર અને રોડ શોમાં સામેલ થયા. તેના પર કોંગ્રેસના ઉમેદવારે નારાજગી વ્યક્ત કરી કહ્યું કે, શત્રૃઘ્નસિન્હા પોતાની પત્નિના પ્રચાર માટે આવ્યા છે તો મારું તેમને નિવેદન છે કે તેઓ પાર્ટી ધર્મ નિભાવે.
કોંગ્રેસમાં જોડાયાને હજુ માત્ર થોડા દિવસો થયા છે ત્યાં જ કોંગ્રેસના નેતાઓની તેમના પ્રત્યે નારાજગી સામે આવવા લાગી છે. શત્રૃઘ્ન સિન્હાની પત્નિ પુનમ સિન્હા વિરુદ્ધ લખનૌમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આચાર્ય પ્રમોદ કૃષ્ણમે તેમની નારાજગી વ્યક્ત કરી છે.
શત્રૃઘ્ન સિન્હાની પત્નિ પુનમ સિન્હાને સમાજવાદી પાર્ટીએ લખનૌથી રાજનાથસિંહ વિરુદ્ધ ઉતાર્યા છે. શત્રૃઘ્ન સિન્હા તેમની પત્નિના ઉમેદવારી પત્ર ભરવા સમયે અને રોડ શોમાં સામેલ થયા. તેના પર કોંગ્રેસ ઉમેદવાર પ્રમોદ કૃષ્ણમ ભડક્યા છે અને તેમણે કહ્યું કે, શત્રૃઘ્ન સિન્હા પોતાની પત્નિના પ્રચાર માટે આવ્યા છે, મારું તેમને કહેવું છે કે તેઓ પાર્ટી ધર્મ નિભાવે અને મારા માટે ચૂંટણી પ્રચાર કરે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IECI0I
via Latest Gujarati News
0 Comments