નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2019 ગુરુવાર
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને અપાતા બિલમાં નમો અગેન 2019 છપાયુ હોવાનો મામલો સામે આવ્યો છે. રાયબરેલી લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીં લાંબા સમયથી ગાંધી પરિવાર અને કોંગ્રેસના દિગ્ગજ ચૂંટણી લડતા રહ્યા છે. રાયબરેલીમાં પાંચમા તબક્કામાં છ મેએ મતદાન થવાનુ છે.
અગાઉ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં ગૌતમબુદ્ધનગરમાં મતદાન પ્રક્રિયામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને નમો ફૂડ લખેલા ખાવાના પેકેટ વેચવામાં આવ્યા હતા. જેને લઈને ઘણો વિવાદ થયો હતો.
નમો અગેન 2019ની આ તસવીર રેસ્ટોરન્ટમાં આવેલી એક વ્યક્તિએ મીડિયા સાથે શેર કરી. રાયબરેલીના પ્રભુટાઉન ક્રોસિંગમાં શ્રીગણેશ સ્વીટ્સ એન્ટ રેસ્ટોરન્ટે 14 એપ્રિલે તેમને જે બિલ આપ્યુ હતુ. તેની નીચે નમો અગેન 2019 છપાયેલુ હતુ. તેમણે કહ્યુ કે જ્યારે તે મીઠાઈ લેવા ગયા હતા ત્યારે તેમણે આ વાત ધ્યાને લીધી.
જ્યારે આ વિશે રેસ્ટોરન્ટના મેનેજરન દીપૂ ચૌધરીને પૂછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યુ કે ભગવાન શિવમાં આસ્થાના કારણે તેમના બિલોમાં નમો અગેન છપાવ્યુ હતુ પરંતુ જ્યારે કેટલાક ગ્રાહકોએ આને એ કહેતા ફરીયાદ કરી કે આ આદર્શ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે, તો આને હટાવીને આઈ લવ ઈન્ડિયા લખવામાં આવ્યુ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XqMHuF
via Latest Gujarati News
0 Comments