તેઓ ચાવાળા છે તો અમે દુધવાળા છીએ: અખિલેશ


આઝમગઢ, તા. 18 એપ્રિલ 2019, ગુરુવાર

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આજે આઝમગઢ લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું. આ દરમિયાન BSP નેતા સતીશ ચંદ્ર મિશ્રાએ પણ તેમની સાથે હતા. જે બાદ ચૂંટણી સભાને સંબોધિત કરતા તેમણે ઉત્તરપ્રદેશની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ.

અખિલેશ યાદવે કહ્યું કે, વર્ષ 2014માં તમે લોકોએ ચાવાળા પર વિશ્વાસ કર્યો હતો પરંતુ ચા સારી બની નહી, કારણ કે, દુધ વગર ચા સારી નથી બનતી. તેઓ ચાવાળા છે તો અમે પણ દુધવાળા છીએ. અમારી વિના કંઇ થઇ શકે નહી. તેમણે કહ્યું કે, ઉમેદવારી પત્ર ભરતા પહેલા હું આદરણીય માયાવતીજી અને નેતાજી પાસેથી આશિર્વાદ લઇને આવ્યો છું.

તેમણે કહ્યું, આઝમગઢ સમાજવાદીઓની ધરતી છે. અહીંનો વિકાસ સપા અને બસપાએ જ કર્યો છે. જનતા કામ અને વિકાસ પર તેમને મત આપશે. મતદાન ઘણુ સારું ચાલી રહ્યું છે, આશા છે કે, પહેલા તબક્કાથી પણ વધારે મતદાન થશે અને આઝમગઢની જનતા સમાજવાદીઓને સારા મતોથી જીતાડશે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GvtfHu
via Latest Gujarati News

Post a Comment

0 Comments