
નવી દિલ્હી,તા.18.એપ્રિલ 2019, ગુરુવાર
પાકિસ્તાન જેને પરમ મિત્ર માને છે તે ચીન હાલમાં પાકિસ્તાનમાં ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર બનાવી રહ્યુ છે.આ માટે હજારોની સંખ્યામાં ચીનના નાગરિકો પાકિસ્તાનમાં વિવિધ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
જોકે હવે ચીનના લોકોને પાકિસ્તાનમાં શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે.પાકિસ્તાનના એક મીડિયા રિપોર્ટમાં એવો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે, ચીનના માનવ તસ્કરો ઈકોનોમિક કોરિડોરની આડમાં પાકિસ્તાનમાં ઘુસી આવ્યા છે.તેઓ પાકિસ્તાનમાં ગરીબ મહિલાઓને લગ્નના બહાને ફસાવી રહ્યા છે.આ માટે રીતસરના સેન્ટર ખોલવામાં આવ્યા છે.જ્યાં મહિલાઓને પૈસાની લાલચ આપીને ચીન લઈ જવાય છે.ચીનમાં તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાય છે અથવા તો તેમના શરીરના અંગો કાઢી લઈને વેચી દેવાય છે.2013માં ઈકોનોમિક કોરિડોર પર કામ ચાુલુ થયા બાદ પાકિસ્તાન જનારા ચીનના નાગરિકોની સંખ્યા વધી છે.
25 એપ્રિલે ચીન દ્વારા વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ પર આંતરાષ્ટ્રીય બેઠક બોલાવાઈ છે ત્યારે આ રિપોર્ટથી બંને દેશોની ચિંતા વધી રહી છે.ભારત અને ભૂટાન આ બેઠકમાં ભાગ લેવાના નથી.
બીજી તરફ મહિલાઓના વેપાર અંગેના અહેવાલ પર ચીનની પાકિસ્તાન સ્થિત એમ્બેસીએ કહ્યુ હતુ કે, આ દુષ્પ્રચાર પર લોકો વિશ્વાસ નહી કરે અને ચીન તથા પાકિસ્તાનની મિત્રતા યથાવત રહેશે.ચીન દ્વારા પાકિસ્તાન સાથે મળીને વીઝા અપાવવાની લાલચ આપતા ગેરકાયદે સેન્ટરો પર કાર્યવાહી થઈ રહી છે.
મહિલાઓના વેપારનો અહેવાલ પ્રસારીત કરનાર પાક ચેનલે લાહોરના એક સેન્ટરમાં કેટલીક સ્થાનિક મહિલાઓ સાથે ચીનના પુરુષોની તસવીરો પણ પ્રસારીત કરી હતી.
મહિલાઓને ચીનના પુરુષો સાથે લગ્ન કરવા દર મહિને 300 ડોલર આપવાની અને પરિવારના સભ્યોને ચીનનો વિઝા આપવાની લાલચ અપાય છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IDKW9j
via Latest Gujarati News
0 Comments