નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2019 ગુરુવાર
દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયમાં ગુરુવારે બપોરે પાર્ટી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પર એક શખ્સે જૂતુ ફેંક્યુ. પ્રાથમિક જાણકારી અનુસાર આ શખ્સ કાનપુરનો રહેવાસી છે. જૂતા ફેંકનાર શખ્સ પાસેથી એક વિઝિટીંગ કાર્ડ પણ મળ્યુ છે. આ શખ્સ પત્રકારો માટે ફાળવેલી જગ્યા પર પહેલી લાઈનમાં બેઠો હતો. આનું નામ શક્તિ ભાર્ગવ છે. વ્યવસાયે તે ડૉક્ટર છે.
જે સમયે જીવીએલ પત્રકારોને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે અચાનક આ શખ્સે જીવીએલ તરફથી જૂતુ ફેંક્યુ. હવે એ સ્પષ્ટ થઈ શક્યુ નથી કે જૂતુ ફેંકનાર શખ્સે કયા કારણોસર જૂતુ ફેંક્યુ. આ શખ્સ પાસેથી એક વિઝિટીંગ કાર્ડ મળ્યુ છે. જે અનુસાર આનું નામ ડૉ. શક્તિ ભાર્ગવ છે.
જે સમયે જીવીએલ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ત્યારે આ ઉઠ્યુ અને જીવીએલ તરફથી જૂતુ ફેંકી દેવાયુ. તાત્કાલિક ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો અને બહાર લઈ ગયા. બાદમાં આ શખ્સની પાસેના આઈપી એક્સટેન્શન પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IGZOns
via Latest Gujarati News
0 Comments