પશ્ચિમ બંગાળમાં વધુ એક ભાજપ કાર્યકરની ફાંસી આપી હત્યા

નવી દિલ્હી, તા. 18. એપ્રિલ 2019 ગુરુવાર

મમતા બેનરજીના શાસન હેઠળના પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની હત્યાનો સિલસિલો યથાવત છે.

બીજા તબક્કાના થઈ રહેલા વોટિંગ વચ્ચે પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં ભાજપના યુવા મોરચાના એક સભ્યનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવતા સમગ્ર વિસ્તારમાં તનવા ફેલાયો હતો.મરનાર વ્યક્તિની ઓળખ શિશુપાલ સાહિસ તરીકે થઈ હતી.ભાજપના નેતાઓનો દાવો છે કે મરનાર યુવા મોરચાનો સભ્ય હતો અને તેની હત્યા કરાઈ છે.

ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

આ પહેલા સિલીગુડીમાં 4 એપ્રિલે ભાજપના કાર્યાલયમાંથી એક કાર્યકરનો મૃતદેહ ગળે ફાંસો આપેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IFFoeh
via Latest Gujarati News

Post a Comment

0 Comments