પોર્નના શોખીન દીકરાએ પિતા પર કર્યો 60 લાખના વળતર માટે કેસ


વોશિંગટન, 18 એપ્રિલ 2019, ગુરુવાર

અમેરિકાના મિશિગનમાં એક એવો મામલો સામે આવ્યો છે કે જે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના વિશે જાણી લોકો આશ્ચર્યમાં પડી રહ્યા છે. અહીં એક પિતાએ પોતાના પોર્નના શોખીન દીકરાના પોર્ન કલેકશનનો નાશ કરતા દીકરાએ તેના પિતા વિરુદ્ધ કેસ કરી દીધો છે અને તે પણ 60 લાખના વળતર માટે.

મિશિગનમાં પોતાના માતાપિતા સાથે રહેતા દીકરાએ પરીવારમાં વિવાદ થતા અગલ રહેવાનો નિર્ણય કર્યો. તે પોતાના પિતાનું ઘર છોડી જતો રહ્યો પરંતુ મિશિગનમાં પોતાનું 20 લાખની કીમતનું પોર્ન કલેકશન ભુલી ગયો. તેના પિતાને જ્યારે 12 બોક્સમાં એડલ્ટ ફિલ્મોનું આ કલેકશન મળ્યું તો તેણે તેનો નાશ કરી દીધો. આ વાતની જાણ થતા ચાર્લીએ તેના પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી અને 60 લાખનું વળતર માંગ્યું છે. ચાર્લીના પોર્ન કલેકશનમાં એડલ્ટ મુવીઝ અને બે બોક્સ ભરી અને સેક્સ ટોઈઝ મળી આવ્યા હતા. 




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IHETAn
via Latest Gujarati News

Post a Comment

0 Comments