EVM પર સામ પિત્રોડાનો પ્રશ્નાર્થ, કંઇક ગડબડ તો છે, શું છે તે અમે નથી જાણતા


નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2019, ગુરુવાર

લોકસભાની ચૂંટણી શરૂ છે અને આ સાથે વિપક્ષી દળોના EVM પર સવાલ ઉઠાવવાનો સિલસીલો પણ ચાલી રહ્યો છે. ઇન્ડિયન ઓવર્સિસ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ EVMની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યો છે. સામ પિત્રોડાએ કહ્યું છે, તમારે તેનો સોફ્ટવેર અને ડિઝાઇન સમજવી પડશે. દરેક નાના સિગ્નલનું વિશ્લેષણ કરવું પડશે. ત્યારે જ તમે કંઇક કહી શકશો. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કંઇક સમસ્યા તો છે, શું છે તે અમે નથી જાણતા.

તેમણે વધુમાં કહ્યું કે, એક એન્જીનિયર તરીકે એક ટેક્નિકલ નિષ્ણાંત તરીકે હું EVMથી સંતુષ્ટ નથી, પરંતુ હું EVM હોવાને કારણે પિનપોઇન્ટ નથી કરી શકતો. જો કોઇ અમને એક વર્ષ માટે અધ્યયન માટે EVM આપે છે તો અમે તમને કંઇક બતાવી શકીશું.

આ ઉપરાંત કોંગ્રેસના મેનિફેસ્ટો પર તેમણે કહ્યું કે, કોંગ્રેસના મેનિફેસ્ટો માટે લોકોના મત લેવામાં આવ્યા. અમે લોકોને સાંભળવા માટે 5-6 મહિના વિતાવ્યા. અમે ઘણાં દેશોમાં ગયા, ગ્રામ્ય લોકો સાથે વાત કરી, ડોમેન તજજ્ઞોને મળ્યા, દુબઇમાં એક વિશાળ બેઠક કરી, જ્યાં 12 દેશોના સભ્યો આવ્યા.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v9iHHw
via Latest Gujarati News

Post a Comment

0 Comments