રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠી ઉપરાંત કેરળના વાયનાડમાંથી પણ ચૂંટણી લડશે


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2019, રવિવાર

દક્ષિણ ભારતમાં કોંગ્રેસની સ્થિતિ સુધારવાના પ્રયાસમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના તેમના પરંપરાગત મત વિસ્તાર અમેઠી ઉપરાંત કેરળના વાયનાડમાંથી પણ લોકસભાની ચૂંટણી લડશે. કોંગ્રેસના વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટોનીએ આજે એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા કહ્યું હતું કે અમારી વિનંતીને માન આપીને  તેમણે કેરળમાંથી પણ ચૂંટણી લડવા નિર્ણય કર્યો હતો.

એમ માનવામાં આવે છે કે કોંગ્રેસનો આ પ્રયાસ દક્ષિણ ભારતમાં અને ખાસ તો કેરળમાં કોંગ્રેસના પાયા મજબૂત કરવાનો છે જ્યાં લોકસભાની ૨૦ બેઠકો છે. તામીલનાડૂમાં ૩૯ અને કર્ણાટકમાં ૨૮ બેઠકો છે.'દક્ષિણ ભારતના રાજ્યોને આ સંદેશ છે કે તેમનું મૂલ્ય ખૂબ વધુ છે અને માન પણ છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ અમેઠીનું પ્રતિનીધીત્વ તો કરશે જ પરંતુ સાથે સાથે દક્ષિણના રાજ્યોનું પણ પ્રતિનીધીત્વ કરશે કારણ કે એ રાજ્યો પણ ભારતના જીવનના મહત્તવના ભાગ છે'એમ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા સુરજેવાલાએ કહલું.

તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી કહે છે કે અમેઠી તેમની કર્મભૂમિ છે અને તેઓ ક્યારે પણ તેને છોડવાના નથી.જો કે આ જાહેરાત થી ડાબેરીઓ અને જમણેરી પક્ષોએ ગુસ્સે ભરાયા હતા અને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.સીપીએમના પોલીટબ્યુરો સભ્ય પ્રકાશ કરાતે કહ્યું હતું કે  રાહુલ ગાંધીને કેરળમાંથી ચૂંટણી લડાવવાનો કોંગ્રેસનો નિર્ણય દર્શાવે છે કે હવે તેઓ ડાબેરીઓ સામે  પણ પડશે.

'હવે તેમની પ્રાથમિકતા કેરળમાં ડાબેરીઓ સામે લડવાની છે. ભાજપ સામે લડવાના કોંગ્રેસના મુખ્ય એજન્ડા કરતાં અલગ જ આ વાત છે.કેરળમાં ડાબેરીઓ જ ભાજપને હંપાવે છે'એમ તેમણે કહ્યું હતું. તો આ તરફ ભાજપના અધ્યક્ષ અમીત શાહે પણ કોંગ્રેસના આ નિર્ણયની ટીકા કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FE8NCK
via Latest Gujarati News

Post a Comment

0 Comments