વૈશ્વિક તંગદિલીને પગલે ૨૦૧૯માં મંદી જોવા મળશે : ડબ્લ્યુટીઓ


(પીટીઆઇ) જીનિવા, તા. ૨

વૈશ્વિક તંગદિલી અને આર્થિક અનિશ્ચિતતાને પગલે ગયા વર્ષની સરખામણીમાં ૨૦૧૯માં વધુ મંદી જોવા મળશે તેમ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(ડબ્લ્યુટીઓ)એ જણાવ્યું છે. 

ડબ્લ્યુટીઓએ અગાઉ ચાલુ વર્ષે વેપારમાં વૃદ્ધિનો દર ૩.૭ ટકા રહેશે તેવો અંદાજ મૂક્યો હતો. જો કે હવે તેણે આ અંદાજ ઘટાડીને ૨.૬ ટકા કર્યો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં વેપારમાં ત્રણ ટકાના દરે વૃદ્ધિ થઇ હતી. 

૧૬૪ સભ્ય દેશો ધરાવતા ડબ્લ્યુટીઓએ અમેરિકા અને ચીન વચ્ચેના બગડતા સંબધો અંગે ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે ચાલી રહેલી મંત્રણા પરથી એવી આશા જાગી છે કે બંને દેશો વચ્ચે ચાલતો વેપાર યુદ્ધ સમાપ્ત થઇ જશે. જો કે આ વેપાર યુદ્ધ કેટલા સમયમાં સમાપ્ત થશે તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી.

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ રોબેર્ટો એઝેવેદોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આપણે આશા રાખીએ ચીન અને અમેરિકા વચ્ચેનો વેપાર યુદ્ધ ઝડપથી સમાપ્ત થાય.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FToEys
via Latest Gujarati News

Post a Comment

0 Comments