નવી દિલ્હી, તા. ૨૬
આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન રાજકારણમાં પ્રવેશ કરવા કે નવો પક્ષ બનાવવા માગતા નથી. રાજનને એવું લાગે છે કે તેમના રાજકારણમાં પ્રવેશવાથી તેમનું કૌૈટુંબિક જીવન સારી રીતે ચાલી શકશે નહીં.
રાજને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારી પત્નીએ મને કહી દીધું છે કે જો હું રાજકારણમાં જોડાઇશ તો તે મારી સાથે રહેશે નહીં. દરેક જગ્યાએ રાજકારણ સમાન હોય છે. મને રાજકારણનો કોઇ અનુભવ નથી. મારી પાસે ભાષણ આપીને મત મેળવવાની કળા નથી.
કોંગ્રેસની સરકાર આવશે તો રાજનને નાણા પ્રધાન બનાવવાની ચાલી રહેલી અટકળોને પૂર્વ આરબીઆઇ ગવર્નરે ફગાવી દીધી છે. મને રાજકારણમાં કોઇ રસ નથી.
મને શિક્ષણ ક્ષેત્રમાં રસ છે અને મને મારું વર્તમાન કાર્ય ખૂબ જ ગમે છે. રાજને બેકારીની વર્તમાન સમસ્યા અંગે જણાવ્યું હતું કે બેકારોની સંખ્યા ધ્યાનમાં રાખીને આપણે નક્કી કરવું જોઇએ કે આપણને રોબોટની જરૃર છે કે નહીં.
રાજને જણાવ્યું હતું કે આગામી સરકારની પ્રાથમિકતા રોજગારીનું સર્જન કરવાની રહેશે. શું આપણી યુનિવર્સિટીઓમાં એવા સંશોધનકર્તાઓ છે કે જે ઉદ્યોગોને રોજગારી સર્જન વધારવામાં મદદ કરે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VuElVq
via Latest Gujarati News
0 Comments