નવી દિલ્હી, તા. 16. એપ્રિલ 2019 મંગળવાર
પુલવામાના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને મદદ કરવા માટે સહાયનો ધોધ વરસ્યો હતો.જેમાં બોલીવૂડની સેલિબ્રિટિઝ પણ જોડાઈ હતી.
પુલવામાના શહીદોના પરિવારજનોને મદદ કરનારાઓમાં હવે લિજેન્ડ સિંગર ગણાતા લતા મંગશેકરનુ પણ નામ જોડાયુ છે.ગાયિકા લતા મંગેશકરે શહીદોના પરિવારજનોને 1 કરોડ રુપિયાની સહાય ભારત કે વીર એપ થકી કરી છે.
માસ્ટર દીનાનાથ એવોર્ડના એનાઉન્સમેન્ટ સમયે દીનાનાથ મંગેશકરના પૌત્ર આદિનાથ મંગેશકરે આ જાણકારી આપી હતી.
ભારત કે વીર એપ અને વેબસાઈટ ગૃહમંત્રાલયના સપોર્ટથી ચલાવાય છે.જેનાથી ભારતીય સૈનિકો અને સુરક્ષાદળોના પરિવારજનોને મદદ કરી શકાય છે.અગાઉ અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર શહીદોના પરિવારજનોને મદદ કરી ચુક્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Zd5qeK
via Latest Gujarati News
0 Comments