નવી દિલ્હી, તા. 16. એપ્રિલ 2019 મંગળવાર
વર્લ્ડ કપની ટીમમાંથી ઋષભ પંતને બહાર રાખવાનો પસંદગીકારોનો નિર્ણય ક્રિકેટ ચાહકોને ગળે ઉતરી રહ્યો નથી.
ઋષભ પંતની જગ્યાએ બીજા વિકેટકીપર તરીકે કાર્તિકને તક અપાઈ છે પણ ઘણાનુ માનવુ છે કે, પંતને ટીમમાં સ્થાન મળવુ જોઈતુ હતુ કારણકે એક પીંચ હિટર બેટસમેન્ તરીકે પંત કોઈ પણ ક્રમે રમવા માટે સક્ષમ છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે મોટાભાગના પસંદગીકારો પંતને ટીમમાં રાખવા માંગતા હતા.તે નંબર ચાર પર બેટિંગ માટે પણ સારો વિકલ્પ પુરવાર થઈ શકે તેમ હતો.આ સ્થાન પર સારા બેટ્સમેનની શોધ કેટલાય વખતથી ચાલી રહી છે પણ એક સિલેક્ટરે પંતની પસંદગી સામે વાંધો ઉઠાવીને ચર્ચાને બીજા પાટે ચઢાવી હતી.આ સિલે્કટરને ટીમ ઈન્ડિયાના એક વરિષ્ઠ ખેલાડીનો સપોર્ટ છે.
પંતની પસંદગી આ કારણોસર કરવાની હતી તેવુ ઘણાનુ માનવુ છે. જેમ કે નંબર ચાર નહી કોઈ પણ ક્રમે બેટિંગ કરવા સક્ષમ ઓપનરો ઈજાગ્રસ્ત થાય તો પંત ઓપનિંગ પણ કરી શકે તેમ છે. પંત ભવિષ્ય માટે ભારતીય ટીમનો સભ્ય છે.
આવા ખેલાડીને બહાર રાખીને ક્રિકેટ બોર્ડે પોતાના જ વલણ પર સવાલ ઉભા કર્યા છે કારણકે તાજેતરમાં જ બોર્ડે પંતને એ ગ્રેડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.જેમાં મોટાભાગે ટીમ ઈન્ડિયામાં રમનારા ખેલાડીઓ છે. પંતને સહેવાગ, ગાંગલુ અને પોન્ટિંગે પણ નંબર ચાર ક્રમ માટે બહેતર વિકલ્પ ગણાવ્યો હતો.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZdJErn
via Latest Gujarati News
0 Comments