નવી દિલ્હી, તા. 16. એપ્રિલ 2019 મંગળવાર
લોકસભાની ચૂંટણીમાં એક તરફ રાજકીય પક્ષો તમમ મર્યાદાઓ વટાવીને આક્ષેપબાજી કરી રહ્યા છે અને નેતાઓ વ્યકિગત પ્રહારો કરીને વિવાદ સર્જી રહ્યા છે તેવામાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે રાજકીય સૌહાર્દનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ.
એક ધાર્મિક વિધિ દરમિયાન ઈજાગ્રસ્ત થવાના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શશી થરુરના ખબર અંતર પૂછવા માટે આજે નિર્મલા સીતારમન હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ખુદ શશી થરુર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
જોકે તેમણે ટ્વિટ કરીને સીતારમનનો આભાર માન્યો હતો અને લખ્યુ હતુ કે, વ્યસ્ત ચૂંટણી પ્રચાર વચ્ચે પણ નિર્મલા સીતારમન મને મળવા માટે આવ્યા હતા.ભારતના રાજકારણમાં આવુ જવેલ્લે જ જોવા મળતુ હોય છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે થુલાભરમ નામની ધાર્મિક વિધિ દરમિયાન થરુરને ઈજા પહોંચી હતી.આ વિધિમાં ભગાવનને પોતાના વજન જેટલી જ વસ્તુ અર્પણ કરવાની હોય છે.ભગવાનને પોતાના વજન જેટલા કેળા આપવા માટે વજનકાંટાના એક પલ્લામાં થરુર બેઠા હતા ત્યારે વજનકાંટો તુટી ગયો હતો અને થરુરને માથામાં ઈજા થતા ટાંકા લેવા પડયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GrCwAj
via Latest Gujarati News
0 Comments