
નવી દિલ્હી,તા.12.એપ્રિલ 2019, શુક્રવાર
નોર્થ ઈસ્ટની શિલોન્ગ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર સનબોર શુલ્લાઈએ કહ્યુ છે કે, હું નાગરિકતા સંશોધન બિલને લાગુ નહી કરવા દઉં.આ માટે જરુર પડી તો હું પીએમ મોદી સામે જ સુસાઈડ કરી લઈશ.
ઉલ્લેખનીય છે કે ભાજપે નાગરિકતા વિધેયક એટલે કે સિટિઝનશિપ બિલમાં ફેરફાર કર્યો છે.જે પ્રમાણે હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના હિન્દુ, શિખ, બૌધ્ધ , જૈન, ખ્રિસ્તીઓને વગર કોઈ દસ્તાવેજે 6 વર્ષ બાદ ભારતની નાગરિકતા આપી દેવામાં આવશે.જેનો નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.
જેના પગલે શુલ્લાઈએ મતદારોને કહ્યુ હતુ કે, આ બિલ હું લાગુ નહી થવા દઉં અને આ માટે મારો જીવ પણ આપી દઈશ.
ઉલ્લેખનીય છે કે ભાજપે આ બિલ લાગુ કરવા માટે પ્રતિબધ્ધતા દર્શાવી છે.ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યુ છે કે, ભાજપ નિશ્ચિત કરશે કે દેશના દરેક હિન્દુ અને બૌધ્ધ શરણાર્થીને નાગરિકતા મળે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X0dHRi
via Latest Gujarati News
0 Comments