(પીટીઆઈ) મૈનપુરી, તા.21 એપ્રિલ, 2019, રવિવાર

દિલ્હીથી વારાણસી જઈ રહેલી એક ખાનગી બસ શનિવારે રાત્રે આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર ભીષણ અકસ્માતનો ભોગ બની હતી. ૪૧ મુસાફરોને લઈને જઈ રહેલી બસ ટ્રક સાથે અથડાવાના કારણે પલટી ગઈ હતી અને સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પોલીસે જણાવ્યા મુજબ આ અકસ્માતમાં સાતના મોત થયા છે અને ૩૪ લોકોને ઈજાઓ પહોંચી છે જે પૈકીના ૧૨ની હાલત ગંભીર છે. 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને સંબંધીત અધિકારીઓને આ અકસ્માતનો ભોગ બનેલા લોકોેને જરુરી સહાય કરવા સૂચના આપી છે. પોલીસ અધીક્ષક અજય શંકર રાયે જણાવ્યા મુજબ અકસ્માત બાદ ડ્રાઈવર સહિતના ઈજાગ્રસ્તોને શૈફાલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ૧૨ લોકોની હાલત ગંભીર જણાઈ રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W6vGp6
via Latest Gujarati News