
(પીટીઆઇ) ફિરોઝાબાદ, તા.21 એપ્રિલ, 2019, રવિવાર
પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)ના વડા શિવપાલ સિંહ યાદવે સપા-બસપાના ગઠબંધનને 'ફ્લોપ શો'ગણાવ્યો હતો.' સપા-બસપા ગઠબંધન એક ફ્લોપ શો છે. તેઓ જાણે છે કે બંનેનું અસ્તીત્વ જોખમમાં છે એટલા માટે જે તેઓ સાથે આવ્યા છે. નહીંતર તેઓ છેલ્લા ૨૫ વર્ષથી એકબીજાના કટ્ટર દુશ્મન હતા, હવે કેમ નજીક આવ્યા?'એમ એક જાહેરસભાને સંબોધતા તેમણે કહ્યું હતું.
'તકવાદ તેની ચરમસીમાએ છે.છેલ્લી લોકસભામાં બસપાને એક પણ બેઠક મળી નહતી. જો તમે શુન્યને ગમે તેટલી વાર ગુણાકાર કરો તો પણ સરવાળો તો શુન્ય જ આવશે. આ મહાગઠબંધન ટુંક સમયમાં તુટી જશે'એમ તેમણે કહ્યું હતું.
ફિરોઝપુરથી લોકસભાની ચૂંટણી લડી રહેલા શિવપાલ સિંહે કહ્યું હતું કે લોકોએ મને અહીંથી ચૂંટણી લડવા બોલાવ્યો હતો અને તેમના આગ્રહના કારણે જ હું આ ચૂંટણી લડી રહ્યો છું. કેન્દ્રની ભાજપની સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી કોઇ એ પણ અચ્છે દીન જોયા નથી, માત્ર ભાજપવાળાના જ અચ્છે દીન આવ્યા છે.'ખોટા વચનો આપ્યા હતા.
જમીની સ્તરે કંઇ કરાયું નથી. વચનો પણ પુરા કર્યા નથી. પણ હું મારા જીવનના અંતીમ શ્વાસ સુધી લોકસેવા કરીશ અને તેમના કલ્યાણ માટે કામ કરતો રહીશ'. શિવપાલે મતદારોને તેમની ચૂંટણી પ્રતિક ચાવીને મત આપવા અપીલ કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DpJP9V
via Latest Gujarati News
0 Comments