ભોપાલ ગેસ દુર્ઘટના : 20મી સદીનો ભયાવહ વૈશ્વિક ઔદ્યોગિક અકસ્માત


(પીટીઆઇ) સંયુક્તરાષ્ટ્રસંઘ, તા.21 એપ્રિલ, 2019, રવિવાર

હજારો લોકોનો ભોગ લેનારી ૧૯૮૪માં થયેલી ભોપાલની ગેસ દુર્ઘટનાનો સમાવેશ ૨૦મી સદીના વિશ્વના ''મહત્વપૂર્ણ ઔદ્યોગિક અકસ્માતો'' ની યાદીમાં થયો છે.

આમ જણાવતા સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલમાં ઉમેરાયું છે કે વર્ષે ૨૭.૮ લાખ કામદારો વ્યાવસાયિક અકસ્માતો અને નોકરી સંબંધી બીમારીઓના લીધે મૃત્યુ પામે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની લેબર એજન્સી આંતરરાષ્ટ્રીય શ્રમિક સંગઠન આઇએલઓ)એ ઉપરોક્ત અહેવાલ રજૂ કરતા જણાવ્યું છે કે ૧૯૮૪માં મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ ખાતે આવેલા અમેરિકી કંપની યુનિયન કાર્બાઇડના પેસ્ટિસાઇડ પ્લાન્ટમાં વછૂટેલા ૩૦ ટન મિથાઇલ આઇસોસાયનેટ ગેસથી, કંપનીના કામદારો અને આસપાસ વસતા લોકો મળી છ લાખથી વધુ માનવીઓને વિપરિત અસર થઇ હતી.

સરકારી આંકડા પ્રમાણે આ દુર્ઘટનામાં આટલા વર્ષોમાં ૧૫,૦૦૦ લોકોના મૃત્યુ થયા છે. ઝેરી પદાર્થોના અવશેષોથી જીવતા રહેલા હજારો લોકો અને એમના વારસદારોને શ્વસનસંબંધી રોગો લાગુ પડયા છે. એમના શરીરના આંતરિક અંગોને નુકસાન થયું છે. ેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઇ છે, એમ અહેવાલમાં જણાવાયું છે.

'ધી સેફટી એન્ડ હેલ્થ એટ ધી હાર્ટ ઓફ ધી ફ્યુચર ઓફ વર્ક - બિલ્ડિંગ ઓન ૧૦૦ યર્સ ઓફ એક્સપરિઅન્સ' શીર્ષકવાળા અહેવાલમાં ઉમેરાયું છે કે ભોપાલ દુર્ઘટના ૧૯૧૯ પછી થયેલા મહત્વપૂર્ણ ઔદ્યોગિક અકસ્માતોમાં સ્થાન ધરાવે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VTO196
via Latest Gujarati News

Post a Comment

0 Comments