કેમ વારાણસીથી ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર? પ્રિયંકા ગાંધીએ કર્યો આવો ખુલાસો

નવી દિલ્હી, તા. 28. એપ્રિલ 2019 રવિવાર

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ  વારાણસી લોકસભા બેઠક પર પીએમ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી નહી લડવાના નિર્ણય પાછળનુ કારણ પહેલી વખત જાહેર કર્યુ છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે, મારા પર આખા યુપીમાં પ્રચારની જવાબદારી છે.એક નહી 41 બેઠકો પર પાર્ટીને જીતાડવા માટે પ્રચાર કરવાનો છે.આવા સંજોગોમાં વારાણસથી ચૂંટણી લડત તો બાકીની બેઠકો પર પ્રચાર મુશ્કેલ બની જાત.

ઉલ્લેખનીય છે કે, 28 માર્ચે પ્રિયંકા ગાંધીએ કાર્યકરોને અનૌપચારિક વાતચીતમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, બોલો વારાણસથી હું ચૂંટણી લડુ?એ પછી પ્રિયંકા વારાણસથી પીએમ મોદી સામે ચૂંટણી જંગમાં ઝુકાવશે તેવી અટકળો શરુ થઈ હતી.

એ પછી પણ પ્રિયંકા વારાણસથી ચૂંટણી લડશે તેવી ખબરો આવતી રહી હતી અને તેનુ પ્રિયંકાએ ખંડન કર્યુ નહોતુ.જોકે 25 એપ્રિલે કોંગ્રેસે અજય રાયને ટિકિટ આપવાની જાહેરાત કરતા તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયુ હતુ.

કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ એ પછી કહ્યુ હતુ કે, વારાણસથી ચૂંટણી નહી લડવાનો નિર્ણય પ્રિયંકાનો પોતાનો છે.તેમના પર ઘણી જવાબદારી છે.એક સીટ પર ફોકસ કરવાની જગ્યાએ તેઓ આ જવાબદારીઓ પર ધ્યાન આપવા માંગે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XVN9kV
via Latest Gujarati News

Post a Comment

0 Comments