
નવી દિલ્હી,તા.12.એપ્રિલ 2019, શુક્રવાર
લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના અહેમદનગરમાં એક રેલીને સંબોધન કરતા કહ્યુ હતુ કે, આજે ભારતને દુનિયા મહાશક્તિ માને છે પણ દસ વર્ષ પહેલા એક સરકાર હતી.જેના કાર્યકાળમાં આખો દેશ નિરાશામાં ગરકાવ હતા.દેશે નક્કી કરવાનુ છે કે, ઈમાનદાર ચોકીદાર ચાલશે કે ભ્રષ્ટાચારી નામદાર.
પીએમ મોદીએ ક્હયુ હતુ કે, કોંગ્રેસના નેતાના ઘરે મધ્યપ્રદેશથી નોટોના બંડલો પહોંચ્યા હતા.આ પૈસા મધ્યપ્રદેશના કુપોષિત બાળકો માટેના હતા.આ જ પૈસાથી કોંગ્રેસ ચૂંટણી લડવા માંગતી હતી પણ આ ચોકીદાર બહુ સજાગ છે.
ચોરી નહી થવા દે, ચોકીદારે આતંકવાદીઓના મનમાં ડર પેસાડયો છે.ચોકીદાર તેમને પાતાળમાંથી શોધી કાઢીને સજા આપશે.આ ચોકીદારની સરકાર આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારવા માટે પરવાનગી આપે છે.જેનાથી દેશના લોકો ખુશ છે પણ અમુકને છોડીને .
પીએમ મોદીએ કહયુ હતુ કે, આજે કોંગ્રેસ અને એનસીપી એવા લોકો સાથે ઉભા છે જેમને દેશમાં બે વડાપ્રધાન જોઈએ છે.કોંગ્રેસ પર તો મને ભરોસો નથી પણ શરદ પવાર આના માટે કેમ રાજી થયા ગયા તેનાથી મને હેરાની છે.
કોંગ્રેસ કહે છે કે, જવાનોને કાશ્મીરમાં મળેલા વિશેષાધિકારને હટાવી દેશે.હું પહેલી વખત મતદાન કરનાર વોટર્સને અપીલ કરુ છું કે, દેશને ધ્યાનમાં રાખીને મતદાન કરે.દેશ સુરક્ષાના મુદ્દે એક થઈને ઉભો છે.
તેમણે કહ્યુ હતુ કે, 23 મે પછી અમારી સરકાર બનશે તો અમે દેશના દરેક ખેડૂતને વર્ષે 6000 રુપિયાની મદદ કરીશું,નાના દુકાનદારોને પેન્શન પણ આપીશું. હવે જનતાનો નારો છે કે, કોંગ્રેસ હટાવો તો જ દેશ આગળ વધશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IgK4bs
via Latest Gujarati News
0 Comments