
નવી દિલ્હી,તા.12.એપ્રિલ 2019, શુક્રવાર
અયોધ્યામાં રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ સ્થળ સાથે જોડાયેલા એક મામલા પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણઈ થઈ હતી.
અયોધ્યામાં રામજન્મભૂમિના સ્થળ પર કે જ્યાં વિવાદ નથી ત્યાં પૂજા કરવા માટે પરવાનગી આપવા માટે કરેલી અપીલને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.આ મામલામાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અરજી કરનારાની ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે, એવુ લાગે છે કે તમે દેશમાં શાંતિ રહે તેવુ ઈચ્છતા નથી.
અરજી કરનાર પંડિત અમરનાથ મિક્ષાએ આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટમાં પણ પૂજા કરવાની મંજૂરી આપવા અપીલ કરી હતી.જોકે હાઈકોર્ટે પણ આ અપીલ ફગાવી દઈને અમરનાથ મિશ્રા પર પાંચ લાખનો દંડ પણ ફટકાર્યો હતો.
અયોધ્યાના વિવાદમાં આ પહેલા પણ આવી અરજીઓ થયેલી છે અને પહેલા પણ કોર્ટે અરજીઓ ફગાવી દીધેલી છે.હાલમાં અયોધ્યાના મામલાનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થિઓની એક કમિટી બનાવી છે.જેમાં જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લા, વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ અને શ્રી શ્રી રવિશંકર સામેલ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z5RdAl
via Latest Gujarati News
0 Comments