
નવી દિલ્હી,તા.12.એપ્રિલ 2019, શુક્રવાર
લગભગ 150 પૂર્વ સૈનિકોએ સેનાનુ રાજકીયકરણ કરવાના આરોપ સાથે રાષ્ટ્રપતિને લખેલા પત્રના મુદ્દે પણ પણ પૂર્વ સૈન્ય અધિકારીઓમાં ભાગલા પડી ગયા છે.કેટલાકે તો આ પત્ર બોગસ હોવાનુ કહ્યુ છે.
રાષ્ટ્રપતિ ભવને તો આવો કોઈ પત્ર મળ્યો હોવાનો ઈનકાર કર્યો છે જ પણ તેની સાથે સાથે પત્રમાં જેમના નામ છે તેવા સૈન્ય અધિકારીઓ પણ આ બાબતનો ઈનકાર કરી રહ્યા છે.
રિટાયર્ડ એર ચીફ માર્શળ એ સી સૂરીએ સમાચાર એજન્સીને કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિને પૂર્વ નૌસેના વડા એડમિરલ રામદાસે એવો કોઈ પત્ર લખ્યો નથી જે અંગે દાવો કરાઈ રહ્યા છે.
આ કહેવાતા પત્રમાં 20મુ નામ લેફ્ટનન્ટ જનરલ એમ એલ નાયડુનુ છે.તેમનુ કહેવુ છે કે, પત્રમાં મારા નામનો ઉલ્લેખ કરવા માટે મારી કોઈએ મંજૂરી પણ લીધી નથી અને આવો કોઈ પત્ર મેં લખ્યો પણ નથી.
પત્રમાં મેજર જનરલ હર્ષ કક્કડનુ 31મુ નામ છે.જોકે તેમણે કહ્યુ છે કે, હા આ પત્રમાં મારુ નામ છે અને મેં આ માટેસંમતિ આપી હતી.પૂર્વ આર્મી ચીફ શંકર રોય ચૌધરીએ પણ કહ્યુ છે કે, પત્રમાં સહી કરવા મે સંમતિઆપી હતી.
જોકે પૂર્વ આર્મી ચીફ એસ એફ રોડ્રિગ્સ આ વાતનો ઈનકાર કરી રહ્યા છે.
હાલમાં ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતાઓ દ્વારા ભારતીય સેના માટે મોદીજીને સેના જેવા શબ્દ પ્રયોગ કરાયા હતા.ભાજપના અને મોદીના ભાષણોમાં પણ સર્જિકલ સ્ટ્રાઈકનો શ્રેય લેવાનો ઉલ્લેખ થતો આવ્યો છે.રાષ્ટ્રપતિને લખાયેલા કથિત પત્રમાં આ બાબત સામે વાંધો ઉઠાવાયો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Iuv9JY
via Latest Gujarati News
0 Comments