ચીનના વૈજ્ઞાનિકોનો દાવો, માણસ જેવુ જ દિમાગ ધરાવતા વાંદરા તૈયાર કર્યા


નવી દિલ્હી,તા.12.એપ્રિલ 2019, શુક્રવાર

વાંદરાઓ આમ તો માણસના પૂર્વજ  જ ગણાય છે પણ તેઓ સંપૂર્ણપણે તો માણસની જેમ વિચારી શકતા નથી.

જોકે આ પરિસ્થિતિ નજીકના ભવિષ્યમાં બદલાય તો નવાઈ નહી.કારણકે ચીનના વૈજ્ઞાનિકોએ માણસ જેવુ જ મગજ ધરાવતા વાંદરા તૈયાર કરવાનો દાવો કર્યો છે.

તેમના દાવા પ્રમાણે 11 વાંદરાઓમાં એમસીપીએચ-1 પ્રકારના જીન્સનુ  પ્રત્યારોપણ કરવામાં આવ્યુ છે.આ જીન્સ માનવ મસ્તિષ્કના વિકાસ માટે બહુ મહત્વની ભૂમિકા ભજવે છે.

પ્રયોગ દરમિયાન વૈજ્ઞાનિકોએ જોયુ હતુ કે, માણસની જેમ જ વાંદરાઓના મગજને વિકસિત થવામાં સમય લાગ્યો હતો.જો વૈજ્ઞાનિકોનો દાવો સાચો હોય તો આ બહુ મોટી સફળતા કહી શકાય.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P7Q3Q6
via Latest Gujarati News

Post a Comment

0 Comments