
નવી દિલ્હી,તા.12.એપ્રિલ 2019, શુક્રવાર
આઈપીએલમાં ગુરુવારે એક રોમાંચકારી મુકાબલામાં ચેન્નાઈ સુપરકિંગ્સે રાજસ્થાન રોયલ્સને છેલ્લા બોલે પરાજય આપ્યો હતો.
જોકે આ મેચમાં સૌથી વધારે ચર્ચા ચેન્નાઈના કેપ્ટન ધોનીની રહી હતી.કેપ્ટન કૂલ તરીકે જાણીતા ધોનીએ પિત્તો ગુમાવતા ક્રિકેટ ચાહકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
મેચની છેલ્લી ઓવરના ત્રીજા બોલે ધોની આઉટ થયા બાદ ચેન્નાઈને જીત માટે 3 બોલમાં 8 રનની જરુર હતી.રાજસ્થાના બોલર બેન સ્ટોક્સે નાંખેલો ચોથો બોલ ફુલટોસ હતો.આ બોલ કમરથી ઉપરની હાઈટ પર હોવાના કારણે નો બોલ જાહેર કર્યા બાદ અમ્પાયરોએ નિર્ણય પાછો ખેંચતા ધોની અકળાયો હતો, ધોની એ હદે નારાજ થયો હતો કે, તેણે મેદાનની અંદર આવીને અમ્પાયરો સાથે દલીલ બાજી કરી હતી.
આ બદલ ધોનીની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.ધોનીને આઈપીએલની આચાર સંહિતાના ભંગ બદલ મેચ ફીનો પચાસ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.ધોનીએ પણ પોતાની ભૂલ માની લીધી છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D4AVhR
via Latest Gujarati News
0 Comments