
નવી દિલ્હી, તા. 12 એપ્રિલ 2019, શુક્રવાર
અમેરિકન રક્ષા મંત્રાલય પેંટાગને ભારતના મિશન શક્તિનું ફરી સમર્થન કર્યું છે. મિશન શક્તિ દ્વારા ઉપગ્રહ રોધી મિસાઇલ પરિક્ષણ ક્ષમતા હાસલ કરવા માટે ભારતનો બચાવ કરતા કહ્યું કે, ભારત અંતરિક્ષમાં આવી રહેલા ખતરાથી ચિંતિત છે.
અમેરિકન કૂ઼ટનીતિક કમાનના કમાંન્ડર જનરલ જોન ઇ હીતેને કહ્યું કે, ભારતના અસૈટ પહેલાં તે સવાલ છે કે તેમણે આવું શા માટે કર્યું અને મને તેવું લાગે છે કે, તેમણે આવુ તે માટે કર્યું કારણ કે તેઓ અંતરિક્ષમાં પોતાના દેશ સમક્ષ આવી રહેલા ખતરાથી ચિંતિત છે. તેથી તેમને લાગે છે કે તેમની પાસે અંતરિક્ષમાં પોતાનો બચાવ કરવાની ક્ષમતા હોવી જોઇએ.
ઉલ્લેખનિય છે કે, ભારતે 27 માર્ચે જમીનથી અંતરિક્ષમાં માર કરનારી મિસાઇલને પોતાના એક ઉપગ્રહને મારવાની ઐતિહાસિક ઉપલબ્ધી મેળવી હતી અને આ પરિક્ષણ સાથે જ અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત એ સૈટ ક્ષમતાવાળો ચોથો દેશ બની ગયો છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UX3x6Y
via Latest Gujarati News
0 Comments