રણનૈતિક ભાગીદારીને મજબૂત કરવા US ભારતને આપશે આ મોટો દરજ્જો


નવી દિલ્હી, તા. 12 એપ્રિલ 2019, શુક્રવાર

અમેરિકાની સંસદમાં ભારત-અમેરિકાની રણનૈતિક ભાગીદારીને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ બીલ રજૂ કરવામાં આવી રહ્યું છે. જો આ બીલ લાગૂ થાય તો US સ્ટેટ ડિપાર્ટમેન્ટ ભારતને નોર્થ અટલાંટિંક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન(નાટો)ના સહયોગીનો દરજ્જો આપશે. અમેરિકન આર્મ્સ એક્સપોર્ટ કંટ્રોલ એક્ટમાં ભારતને નાટો સહયોગી દેશ તરીકે સ્થાન મળશે.

આ બીલ પર કામ કરી રહેલા US-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ અનુસાર, આ વાતથી પ્રભાવપૂર્ણ સંકેત છે કે રક્ષા કરારમાં ભારત અમેરિકાની પ્રાથમિકતામાં છે. ગત સપ્તાહે સાંસદ જો વિલ્સને બીલ HR 2123 રજૂ કર્યું હતું. તેઓ હાઉસ ફોરેન અફેર્સ કમિટિના સિનિયર સભ્ય છે.

તેમણે કહ્યું કે, ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને ક્ષેત્રમાં સ્થિરતાનો મહત્વનો સ્તંભ છે. ભારતે નિકાસ નિયંત્રણની નીતિઓને લઇને હંમેશા પ્રતિબદ્ધતા દર્શાવી છે. US કાનુનમાં આ સંશોધન ભારતીય પ્રશાંત ક્ષેત્રમાં US-ભારતની ભાગીદારીને સુરક્ષા પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરશે. હું US-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ  ફોરમ(USISPF)નો આભાર માનું છું જેમણે આ બીલમાં પોતાનો સહયોગ આપ્યો છે.


from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IqfEm2
via Latest Gujarati News

Post a Comment

0 Comments