ફેસબુક પર PM મોદીની હત્યા કરી નાખવાની ધમકી આપતી પોસ્ટ મૂકાઈ

નવી દિલ્હી, તા. 12 એપ્રિલ 2019 શુક્રવાર

ફેસબુક પર નકલી આઈડી બનાવીને મુખ્યમંત્રીની સભામાં હિંસા અને પાક જિંદાબાદના નારા પોસ્ટ કરવાની બદાયુ પોલીસ અત્યારે તપાસ કરી રહી હતી કે બુધવારે મોડી રાતે તે જ આઈડીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરી નાખવાની ધમકીની પોસ્ટ મૂકવામાં આવી. 

પાક જિંદાબાદના નારા પણ લખવામાં આવ્યા. લખનારે ચેતવણી આપી છે કે તેમનું કોઈ કંઈ બગાડી શકશે નહીં. જરીફનગર પોલીસે મુખ્યમંત્રીની સભામાં હિંસા સંબંધી પોસ્ટ પર બુધવારે ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમની ઉપર આરોપ હતો કે તેમાંથી કોઈએ દિલીપ શર્માની ફેસબુક આઈડી પરથી આ ધમકી પોસ્ટ કરી હતી. 

પોલીસ મોડી રાત સુધી આની તપાસ કરતી રહી. પોલીસના જણાવ્યા અનુસાર ફેસબુક પર બનાવવામાં આવેલી નકલી આઈડી દહગવા નિવાસી અજયપાલ પુત્ર રતનલાલના મોબાઈલ પર ખુલ્લી રહી હતી. 

આની પર પોલીસે દિલીપ વર્માની તાહિર પર અજય પાલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. બુધવારે મોડી રાતે તે જ આઈડી પર વધુ એક પોસ્ટ નાખવામાં આવી. જેમાં લખવામાં આવ્યુ મારુ કોઈ કંઈ જ બગાડી નહીં શકે. હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈપણ ચૂંટણી રેલીમાં મારી નાખીશ.

હું ગર્વથી કહુ છુ કે પાક જિંદાબાદ. લોકોએ ગુરુવારે તરત જ પોલીસને માહિતી આપી. ધરપકડ કરાયેલી કોઈ વ્યક્તિને અત્યારે છોડવામાં આવી નથી. પોલીસ તેમની સતત પૂછપરછ કરી રહી છે. તપાસ માટે નોઈડાથી એક ટીમ બોલાવવામાં આવી છે. જોકે સાંજે જરીફનગર ઈન્સ્પેક્ટરે આ વાતનો ઈનકાર કર્યો છે. આ કેસની ગંભીરતાથી સ્થાનિક સ્તરે તપાસ થઈ રહી છે.

પ્રાથમિક તપાસથી જાણ થઈ હતી કે નકલી આઈડી અજય પાલના મોબાઈલ ફોન પર બનાવવામાં આવ્યુ હતુ. બીજી પોસ્ટ કોણે મૂકી છે. આની તપાસ ચાલુ છે. સ્વાટ અને સર્વિલાંસ ટીમ પણ કેસની તપાસમાં લાગેલી છે. 

કેસની તપાસ ચાલી રહી છે. અજયપાલ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની પણ પૂછપરછ થઈ રહી છે. જોકે ફેસબુક પર કોઈપણ બીજી વ્યક્તિના નામ, સરનામાથી આઈડી બનાવી શકે છે. હવે આ બીજી પોસ્ટ કોણે મૂકી છે. તેની તપાસ કરાઈ રહી છે. જલ્દી જ અમે તેના સુધી પહોંચી જઈશુ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ItP9MC
via Latest Gujarati News

Post a Comment

0 Comments